ગ્લેમરસ અદાઓથી રિચાએ લગાવી ઈન્ટરનેટ પર આગ, વાયરલ થઈ રહી છે તસવીરો

ફિલ્મી ફંડા

બોલીવૂડ એકટ્રેસ રિચા ચઢ્ઢાએ તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યો છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. વાઈટ કલરના ડિઝાઈનર શર્ટમાં તેની અદાઓ ફેન્સને દિવાના બનાવી રહી છે.

વાઈટ શર્ટ પર બ્લેક સ્કર્ટ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું છે ત્યારે આ સાથે તેણે હાથમાં બ્લિંગ્સથી ભરપૂર જ્વેલેરી પહેરી છે. રિચાની આ સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

નોંધનીય છે કે રિચા અલી ફઝલના પ્રેમમાં છે અને બંનેના લગ્ન બે રિતીરિવાજોથી થશે. પહેલા લગ્ન મુંબઈમાં અને બીજા લગ્ન દિલ્હીમાં થશે.

વર્ષ 2020માં બંને પ્રેમી પંખીડા લગ્ન બંધનમાં બંધાવાના હતાં, પરંતુ કોરોના મહામારીને કારણે તેમણે પોતાના લગ્ન પોસ્ટપોન કરી નાંખ્યા હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.