Homeદેશ વિદેશવિવાદોના વમળમાં ફસાઈ આ અભિનેત્રી! આર્મીની મજાક ઉડાવી તો ભડક્યા યુઝર્સ

વિવાદોના વમળમાં ફસાઈ આ અભિનેત્રી! આર્મીની મજાક ઉડાવી તો ભડક્યા યુઝર્સ

બોલીવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢાની ગાલવાન પોસ્ટ અંગે સોશિયલ મીડિયો પર હોબાળો થયો હતો. જોકે, હવે તેણે પોસ્ટ ડિલિટ કરીને માફી માંગી છે. તાજેતરમાં જ સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે, સરકાર આદેશ આપશે તો તે POK પાછું લેવા તૈયાર છે. આ પોસ્ટ પર રિચાએ કમેન્ટ કરીને કહ્યું હતું કે ‘ગલવાન હાઇ..’ આ પોસ્ટ પર ખાસ્સો વિવાદ થયો હતો. એક્ટ્રેસ પર ભારતીય સેનાનું અપમાન કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો.

વિવાદ વધતાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર માફી માગતી પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે, જાણે-અજાણે મેં કહેલા શબ્દોથી જો મારા ફૌજી ભાઈઓની ભાવનાને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.

નોંધનીય છે કે ભાજપ નેતા મનજિંદર સિંહે રિચાની પોસ્ટ પર આપત્તિ વ્યક્ત કરતાં તેને થર્ડ ગ્રેડ એક્ટ્રેસ કહી હતી. એટલું જ નહીં શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ રિચા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદલે પણ દિલ્હી પોલીસમાં રિચા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular