બોલીવૂડના વધુ એક પ્રેમી પંખીડા માંડશે પ્રભુતામાં પગલાં, લગ્નની તારીખ કરી જાહેર

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટર અલી ફઝલ અને ઋચા ચઢ્ઢા લાંબા સમયથી એકબીજાને ડેટ કર્યા બાદ તેઓ લગ્નગ્રંથિએ બંધાવવા જઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર તેઓ દિલ્હીમાં ગ્રાન્ડ વેડિંગ કરશે અને મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન પણ આપશે. આ બંને પ્રેમી પંખીડા સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં લગ્ન કરશે. બંનેના લગ્નના પ્રસંગો મુંબઈ અને દિલ્હી આ બંને શહેરોમાં થશે.
નોંધનીય છે કે આ કપલ પહેલા જ લગ્ન કરવાના હતાં, પરંતુ કોરોના મહામારીને કારણે તેમણે લગ્ન પોસ્ટપોન કર્યા હતાં. જોકે, હવે કોરોના પૂર્ણપણે નિયંત્રણમાં છે તેથી હવે તેઓ ધુમધામથી લગ્ન કરશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.