બોલીવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે 20 ઓગસ્ટના દિવસે દીકરાને જન્મ આપ્યા બાદ તેની મોટી બહેન રિયા કપૂરે ન્યૂ બોર્ન બેબીની પહેલી ઝલક દેખાડી હતી. રિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોસ્પિટલના રૂમની તસવીર શેર કરી હતી જેમાં રિયા તેની મમ્મી સુનિતા સાથે બાળકને નિહાળી રહી છે. રિયા તેના ભાણેજને જોઈને ઈમોશનલ થઈ હતી એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તસવીરમાં સોનમના દીકરાનો ચહેરો છુપાવવામાં આવ્યો છે. એટલે કે ફેન્સને બેબીનો ચહેરો જોવા ઈંતેજાર કરવો પડશે.

Google search engine