સુશાંતસિંહ રાજપુત કેસઃ રિયા ચક્રવર્તી, અન્યો પર NCB દ્વારા ડ્રગ વ્યસન માટે પ્રેરિત કરવાનો અને ડ્રગ્સ ખરીદવા માટે તેના પૈસાનો ઉપયોગ કરવાનો આરોપ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો કર્યો છે.  NCBએ દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ તેના ભાઈ શોવિક સહિત અન્ય આરોપીઓ પાસેથી ઘણી વખત ગાંજો ખરીદ્યો હતો અને તેને અભિનેતા સુશાંત સિંહને આપ્યો હતો. જણાવી દઈએ કે NCBએ તાજેતરમાં NDPS કોર્ટમાં સુશાંત મૃત્યુ કેસમાં 35 આરોપીઓ વિરુદ્ધ ડ્રાફ્ટ આરોપો દાખલ કર્યા હતા, જેની સુનાવણી મંગળવારે હાથ ધરવામાં આવી હતી.

12 જુલાઈના રોજ, NCB એ પણ ખુલાસો કર્યો હતો કે રિયા ચક્રવર્તી, શોવિક સહિત તમામ આરોપીઓએ માર્ચ 2020 થી ડિસેમ્બર 2020 સુધી “બોલીવુડ અને હાઈ સોસાયટી”માં ડ્રગ્સનો વિતરણ, વેચાણ અને ખરીદી માટે કાવતરુ રચ્યું હતું. રિયાએ ઘણી વખત ડ્રગ્સની ખરીદી કરી છે.

રિયાનો ભાઈ શૌવિક ડ્રગ પેડલર્સ સાથે નિયમિત સંપર્કમાં હતો અને તેણે ગાંજા અને હશીશ/ચરસનો ઓર્ડર આપ્યા બાદ સહ-આરોપીઓ પાસેથી ઘણી ડિલિવરી મેળવી હતી. આ ડિલિવરી સુશાંતસિંહ રાજપૂતને સોંપવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.