ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુમાં પીછેહઠ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવામાં આવે તેવી શક્યતા સાથે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને વ્યાજદરમાં વધારો થતાં પ્રવાહિતા ઘટતાં આર્થિક મંદીની શક્યતાને ધ્યાનમાં લેતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે ધાતુમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાના અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૨૫નો ઘટાડો આવ્યો હતો.
બજારના સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ તેમ જ વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૫ ઘટીને રૂ. ૨૫૨૫ અને રૂ. ૭ ઘટીને રૂ. ૨૦૩૮ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે ટીન અને નિકલ ઉપરાંત અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને વપરાશકાર ઉદ્યોગની તથા સ્થાનિક ડીલરોની લેવાલી ખપપૂરતી રહેતાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૪૫૫ અને બ્રાસ શીટ કટિંગ્સ તથા કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧ ઘટીને અનુક્રમે રૂ. ૫૦૩ અને રૂ. ૬૬૪ના મથાળે રહ્યા હતા. આ સિવાય કોપર અને બ્રાસની અન્ય વેરાઈટીઓ, એલ્યુમિનિયમસ ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.