ભોળાનાથના ભક્તો માટે ખુશખબર! હવે કેદારનાથ ધામના ગર્ભગૃહમાં જઇને કરી શકાશે દર્શન

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Mumbai: ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા આવનારા તીર્થયાત્રીઓ માટે ખુશખબરી છે. હવે ભક્તો કેદારનાથ ધામ (Kedarnath dham)ના ગર્ભગૃહમાં પ્રવેશ કરીને દર્શન કરી શકશે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ હટાવી દીધો છે. આ પ્રતિબંધ રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચવાના કારણે લગાવવામાં આવ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી ભક્તો સભા મંડપથી જ બાબા કેદારનાથના દર્શન કરી રહ્યા હતા.

હવે ચારધામ યાત્રીઓની સંખ્યામાં ઘટાડો થવાથી શ્રદ્ધાળુઓ ગર્ભગૃહમાં જઇને બાબા કેદારનાથના દર્શન કરી રહ્યા છે. મંદિર સમિતિ અનુસાર કપાટ ખુલવાથી લઇને અત્યાર સુધીમાં કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં 17.32 લાખથી વધુ શ્રદ્ધાળુ દર્શન કરી ચૂક્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.