દુનિયાભરમાં ફરી એકવાર કોરોના સંકટની અસર વર્તાઇ રહી છે અને દેશભરમાં સ્વાસ્થ્ય યંત્રણાને સાવધાન કરી દેવામાં છે ત્યારે મહારાષ્ટ્રના મુંબઇમાં રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડી છે. રાજ્યની મહાનગરપાલિકા અને સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડૉક્ટરોને પડતી સમસ્યાઓ અને તેમની વિવિધ માગણીઓ અંગે ‘માર્ડ’ સંગઠન દ્વારા તબીબી શિક્ષણ વિભાગ અને મુંબઈ મહાનગરપાલિકા સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ બાબતની અવગણના કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ સંગઠને કર્યો છે. જેની સામે માર્ડ સંગઠને આજે હડતાળની ચેતવણી આપી હતી. હવે MARD સંસ્થાના મહારાષ્ટ્ર પ્રમુખ અવિનાશ દહીપલે જેજે હોસ્પિટલ વિસ્તારમાં હાજર છે. સંસ્થાના ઘણા સભ્યો પણ ભેગા થવા લાગ્યા છે.
સોલાપુરમાં પણ આંદોલન
રેસિડેન્ટ ડોકટરોની વિવિધ માંગણીઓ માટે સોલાપુરમાં પણ આંદોલન શરૂ થયું છે. સોલાપુરમાં 100 રેસિડેન્ટ ડોક્ટરો MARD ચળવળમાં ભાગ લઈ રહ્યા છે. સંગઠને મહારાષ્ટ્રની તમામ સરકારી અને મ્યુનિસિપલ કોલેજોમાં અપૂરતી અને જર્જરિત છાત્રાલયોને કારણે વિદ્યાર્થીઓને થતી હેરાનગતિ રોકવાની માગણી કરી છે. એસોસિયેટ અને આસિસ્ટન્ટ પ્રોફેસરોની ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે તેવી પણ તેમની માંગ છે.
ડોક્ટરોની હડતાળ : મુંબઇની જાણીતી હોસ્પિટલના ડોક્ટરોનું સમર્થન
આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો👇https://t.co/BiPD5ikcrV#DOCTORS #strikes #hospital #news #NewsUpdate #mumbaisamachar #Mumbai #UPDATETODAY #gujaratinews #mumbaicity pic.twitter.com/eCOOwVm6Jj
— Mumbai Samachar Official (@Msamachar4u) January 2, 2023