Homeઆમચી મુંબઈસરકારી કૉલેજોના નિવાસી ડૉક્ટરો હડતાળ પર ઊતર્યા

સરકારી કૉલેજોના નિવાસી ડૉક્ટરો હડતાળ પર ઊતર્યા

વિરોધ : સોમવારથી રાજ્યની હોસ્પિટલના ડોક્ટર અને તેમનો સ્ટાફ હડતાળ પર ઊતર્યો હતો. (અમય ખરાડે)

મુંબઇ: મહારાષ્ટ્રમાં સરકારી કૉલેજોના સાત હજારથી વધુ નિવાસી ડૉકટરો સોમવારે હોસ્ટેલની ગુણવત્તા, આસિસ્ટન્ટ અને એસોસિયેટ પ્રોફેસરોની ખાલી જગ્યાઓ ભરવા સહિતના અનેક મુદ્ાઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા. પત્રકારો સાથે વાત કરતા રાજ્યના તબીબી શિક્ષણ પ્રધાન ગિરીશ મહાજને જણાવ્યું હતું કે તેમણે નિવાસી ડૉકટરોને આ મુદ્ે વાતચીત કરવા માટે કહ્યું છે અને આ બાબતને વધુ ન ખેંચવા વિનંતી કરી છે. મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ (એમએઆરડી) દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. તેણે દાવો કર્યો છે કે સરકારી કૉલેજોના વિદ્યાર્થીઓ હૉસ્ટેલની નબળી ગુણવત્તાને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. નિવાસી ડૉક્ટરોએ ૧,૪૩૨ વરિષ્ઠ નિવાસી ડૉક્ટરોની ભરતી માટે પણ દબાણ કર્યું છે અને એસોસિયેટ અને આસિસ્ટન્ટ પ્રોફેસરોની ખાલી જગ્યાઓ ભરવાની માગ કરી છે.
હડતાળ પર ઉતરેલા ડૉકટરોની કેટલીક માગણીઓ તાત્ત્કાલિક મંજૂર કરવામાં આવી છે. સમારકામ માટે બાર કરોડ રૂપિયા પબ્લીક વર્કર્સ ડિપાર્ટમેન્ટ (જાહેર બાંધકામ વિભાગ) (પીડબ્લ્યુડી)ને આપવામાં આવ્યા છે. અમે દરેક બાબતમાં હકારાત્ત્મક છીએ. તેઓએ (ડૉક્ટરોએ) હડતાળ પર જતાં પહેલાં અમારી સાથે વાત કરવી જોઈતી હતી, એમ મહાજને જણાવ્યું હતું.
એમએઆરડીના પ્રમુખ અવિનાશ દહીફળેએ જણાવ્યું હતું કે એસોસિયેશનને રાજ્ય સરકાર તરફથી વાતચીત માટે કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. સરકાર અને પાલિકા દ્વારા સંચાલિત હૉસ્પિટલોમાં નિવાસી ડૉકટરો એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. (પીટીઆઇ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular