સરકારી સૂત્રોએ જાહેર કર્યું છે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હવે દર વર્ષે 24 જાન્યુઆરીને બદલે 23 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. 23 જાન્યુઆરી ભારતના વીર, લાડિલા અને આઝાદ હિંદ ફોજના નાયક સુભાષ ચંદ્ર બોઝનો જન્મ દિવસ છે. પીએમ મોદીએ અગાઉ સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિને “પરાક્રમ દિવસ” તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. આ ઉજવણી ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિના મહત્વના પાસાઓને ઉજાગર કરવાના નરેન્દ્ર મોદી સરકારના પ્રયાસોને અનુરૂપ છે.
આવા અન્ય દિવસો પણ છે જેની ઉજવણી દર વર્ષે કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. 14 ઓગસ્ટને દેશના ભાગલાના ભયાનક સ્મૃતિ દિવસ તરીકે, 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર પટેલની જન્મજયંતિ), 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ (બિરસા મુંડાની જન્મજયંતિ), 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે અને 26 ડિસેમ્બર વીર બાલ દિવસ તરીકે (ગુરુ ગોવિંદ સિંહના ચાર પુત્રોને શ્રદ્ધાંજલિ) ઉજવવાનું શરૂ કરવામાંઆવ્યું છે, એમ સરકારી સૂત્રોએ ઉમેર્યું હતું.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી હવેથી 23 જાન્યુઆરીથી શરૂ થશે
RELATED ARTICLES