અભિનેત્રી તારા સુતરિયા અને આધાર જૈન અલગ થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. બંને ઘણા વર્ષોથી સાથે હતા. તેઓએ ‘માત્ર મિત્રો’ તરીકે રહેવાનું નક્કી કર્યું છે. જોકે, તેઓએ ક્યારેય સત્તાવાર રીતે એકબીજાને ડેટ કર્યાની પુષ્ટિ કરી નથી.
હીરોપંતી 2ની અભિનેત્રી તારાને કપૂર પરિવારના તમામ કાર્યો અને કાર્યક્રમોમાં આધારની સાથે જોવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેમની અસંખ્ય મસ્તીભરી તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તારા સુતરિયા અને આધાર જૈને ‘પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.’ “તેઓ બંને પરિપક્વ છે અને હજુ પણ મિત્રો રહેશે.”
આધાર રીમા જૈન અને મનોજ જૈનનો પુત્ર છે. રીમા જૈન સ્વર્ગસ્થ રાજ કપૂરની પુત્રી છે. આધાર, જે 5 ઓગસ્ટે 28 વર્ષનો થયો હતો, તેણે 2017માં ‘કાયદી બેન્ડ’ દ્વારા બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો.
થોડા દિવસો પહેલા સમાચાર હતા કે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે, દરમિયાનમાં અચાનક તેમના બ્રેકઅપના સમાચાર જાણવા મળ્યા છે, જે સાંભળીને તેમના ચાહકો પણ હેરાન થઈ ગયા છે. જોકે, તેમના બ્રેકઅપને હજી સુધી સત્તાવાર પુષ્ટિ મળી નથી.