Homeઆમચી મુંબઈહાશકારો! આખરે ગોખલે બ્રિજનું તોડકામ ચાલુ

હાશકારો! આખરે ગોખલે બ્રિજનું તોડકામ ચાલુ

મુંબઈ: અંધેરી પૂર્વ પશ્ર્ચિમને જોડનારા મહત્ત્વના ગોખલે પુલ તોડવાને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. શનિવારથી પુલને તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકાએ પણ નવા પુલ માટે આજે ટેન્ડર બહાર પાડ્યા હતા.
શનિવારે મોડી સાંજે મુંબઈનાા પાલક પ્રધાને બોલાવેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મુંબઈ મહાનગરપાલિકા, રેલવે અને મુંબઈના ટ્રાફિક અધિકારીઓ સામેલ થયા હતાય આ બેઠકમાં પુલની વર્તમાન હાલત અને બ્રિજને બંધ કવાને કારણ નાગરિકોને થતી હાલકી પર ચર્ચા કરવામાં આવી હતી અને વહેલી તકે પુલને નવેસરથી બાંધીને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગોખલે પુલને કોણ તોડશે તેને લઈને પાલિકા અને રેલવે વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં રેલવની હદમાં આવતો પુલ રેલવે તોડશે એવી પાલિકાની માગણીને આખરે માન્ય કરવામાં આવી છે. હવે રેલવેની હદમાં આવતો પુલ રેલવે અને પુલના બંને છેડાનો હિસ્સો પાલિકા તોડી પાડશે એના પર સહમતિ સધાઈ ગઈ છે. એ બાદ શનિવારે પાલિકાએ તેના હિસ્સામાં રહેલા પુલને તોડી પાડીને અને તેને નવેસરથી બાંધવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા.

RELATED ARTICLES

Most Popular