સરકારને ‘સુપ્રીમ’ સૂચના! કહ્યું AIFF પરથી FIFA નો પ્રતિબંધ હટાવો, અંડર-17 વર્લ્ડ કપનું આયોજન સુનિશ્ચિત કરો

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

FIFA દ્વારા All India Football Federation (AIFF) ને સસ્પેન્ડ કરવાના કેસની આજે સુપ્રીમ કોર્ટેમાં(Supereme Court) સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે ભારત સરકારને ફિફામાંથી AIFFનું સસ્પેન્શન હટાવવા અને અંડર-17 વર્લ્ડ કપ યોજાય તે સુનિશ્ચિત કરવા પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 22 ઓગસ્ટના રોજ થશે. સુનવણી દરમિયાન ભારત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર થયા હતા. વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંચાલક સંસ્થા FIFA એ અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશને બિનજરૂરી થર્ડ પાર્ટીના દખલનું કરણ આપી સસ્પેન્ડ કરી દીધું હતું. આ સાથે ઓક્ટોબરમાં ભારતમાં યોજાનાર U-17 મહિલા વર્લ્ડ કપની છીનવી લીધી હતી. 11 થી 30 ઓક્ટોબર દરમિયાન ભારત U-17 મહિલા ફૂટબોલ વર્લ્ડકપની યજમાની કરવાનું હતું.
સુપ્રીમ કોર્ટમાં આજે વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે કહ્યું કે, ‘ગઈકાલે જ અંડર-17 ગર્લ્સ ટીમને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં રમવાથી રોકી દેવામાં આવી હતી.’
સોલિસિટર જનરલે કોર્ટમાં કહ્યું, ‘સરકાર FIFA સાથે વાત કરી રહી છે. થોડા અંશે સફળતા મળી છે. હું તમને આ મામલાની સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખવા વિનંતી કરું છું. આ સમયે હું માત્ર દેશના હિતની વાત કરી રહ્યો છું. અન્ય બાબતમાં અમને રસ નથી.”
ત્યારબાદ ન્યાયાધીશે કહ્યું, ‘અમે પણ આ વિશે ચિંતિત છીએ. અમે સોલિસિટર જનરલની વિનંતી પર સુનાવણી સોમવાર સુધી સ્થગિત કરી રહ્યા છીએ. અમે પણ ઈચ્છીએ છીએ કે ફૂટબોલ એસોસિએશનનું કામ સારી રીતે ચાલે અને દેશનું સન્માન પણ જળવાઈ રહે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.