મિસાઇલમેન’ ડૉ. એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિઃ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મિસાઇલમેન’ ડૉ. એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિઃ
મિસાઇલ મેનના નામથી ઓળખાતા ભારતના 11મા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ તેમની સિદ્ધિઓ માટે વિશ્વભરમાં જાણીતા છે. આજે તેમની સાતમી પુણ્યતિથિ છે. 2015માં મેઘાલયના શિલોંગમાં બાળકોને ભાષણ આપ્યા બાદ તેમનું અવસાન થયું હતું. રાષ્ટ્રપતિ હોવા ઉપરાંત તેઓ એક વૈજ્ઞાનિક તરીકે પણ જાણીતા હતા. ટેક્નોલોજી ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમના શ્રેષ્ઠ વિચારો આજે પણ યુવાનોને પ્રેરણા આપે છે. સમાજના દરેક વર્ગ માટે વિચારનારા અબ્દુલ કલામે રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક તરીકે અમુલ્ય યોગદાન આપીને દેશની સેવા કરી છે.
કલામ બાળકો અને યુવાનોના પ્રિય હતા. તેમને બાળકો સાથે સમય પસાર કરવો ગમતો. તેઓ અવારનવાર યુનિવર્સિટી સેમિનાર અને વર્કશોપમાં ભાગ લેતા હતા.
એરોસ્પેસ વૈજ્ઞાનિક હોવા ઉપરાંત તેમણે દેશના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) સાથે પણ કામ કર્યું હતું. ભારતમાં દરેક વ્યક્તિ તેમને મિસાઈલ મેનના નામથી પણ ઓળખે છે. ડૉ. એપીજે અબ્દુલ કલામે દેશને વિશ્વ શક્તિ બનાવવા માટેના મહત્વપૂર્ણ પરમાણુ પરીક્ષણ પોખરણ-2માં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. તેમણે ભારતીય બેલેસ્ટિક મિસાઈલ અને લોન્ચ વ્હીકલ ટેકનોલોજી વિકસાવી. તેમનું પુસ્તક ‘વિંગ્સ ઓફ ફાયર’ આજે પણ ઘણા યુવાનોને સપનાની ઉડાન શીખવી રહ્યું છે.
તેમના જ એક પ્રેરણાત્મક અવતરણથી તેમને શ્રદ્ધાંજલિ આપીએ. “સપના એ નથી કે જે આપણે ઊંઘમાં જોઈએ છીએ, પણ સપના એ છે જે આપણને ઊંઘવા નથી દેતા.”

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.