Homeઆપણું ગુજરાતવિપુલ ચૌધરીને રાહત: સુપ્રીમ કોર્ટે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેનના જામીન મંજુર કર્યા

વિપુલ ચૌધરીને રાહત: સુપ્રીમ કોર્ટે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેનના જામીન મંજુર કર્યા

રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી રૂ.800 કરોડના કૌભાંડના આરોપસર જેલમાં છે ત્યારે આજે તેમના જામીનની અરજી મંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીના બિનશરતી જામીન મંજૂર કર્યા છે.
વિપુલ ચૌધરી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન પદ પર હતા ત્યારે તેમણે રૂ.800 કરોડના કૌભાંડ કર્યા હોવાના આરોપ તેમના પર લાગ્યા છે. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વર્ષ 1960માં દૂધ સાગર ડેરીની સ્થાપના થઇ હતી. વિપુલ ચૌધરીના પિતા માનસિંહ ચૌધરીએ દૂધસાગર ડેરીની સ્થાપના કરી હતી. વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા ત્યારે તેમણે નિયમનું ઉલ્લંઘન કરી મિલ્ક કુલરની બલ્કમાં ખરીદી, ડેરીના ચેરમેન તરીકે હટાવાતા કરેલા કોર્ટ કેસનો ખર્ચ ડેરીમાં ઉમેરવો, ટેન્ડર વિના ડેરીના કામ કરવા, ડેરીના હોર્ડિંગ્સ ઊંચો ભાવ આપનારી કંપની પાસેથી મેળવ્યા સહિતના આરોપો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular