Mumbai: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 45મી AGMને સંબોધતા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ(Mukesh Ambani) કહ્યું કે Reliance Jio દિવાળી સુધીમાં દેશમાં 5જી સેવાઓ શરૂ કરશે. તેમણે કહ્યું કે સૌપ્રથમ ચાર મેટ્રો શહેર દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈથીમાં 5G સર્વિસ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ 2023 ના અંત સુધીમાં દેશના દરેક ખૂણામાં 5G સેવા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયોની 5G સર્વિસ ‘TRUE 5G’ સાબિત થશે. માત્ર Jio પાસે 700 MHz સ્પેક્ટ્રમ છે જે દરેક જગ્યાએ કવરેજ આપશે. રિલાયન્સ જિયોની 5G સર્વિસ સૌથી સસ્તી હશે. રિલાયન્સ જિયો 5G સેવાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. મુકેશ અંબાણીએ એજીએમમાં જણાવ્યું કે રિલાયન્સ જિયો પાસે હાલમાં સૌથી વધુ 421 મિલિયન મોબાઈલ ગ્રાહકો છે. દેશમાં Jio એ સૌથી મજબૂત 4G નેટવર્ક સ્થાપિત કર્યું છે. તેમણે જણાવ્યું કે 3 માંથી બે ગ્રાહકો Jio Fiber પસંદ કરી રહ્યા છે.
મુકેશ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ જિયોએ 5જી હેન્ડસેટ બનાવવા માટે ગૂગલ સાથે કરાર કર્યા છે. ક્લાઉડ ઇનેબલ્ડ બિઝનેસ માટે માઇક્રોસોફ્ટ સાથે પણ કરાર કર્યા છે. કંપનીએ Qualcomm સાથે પણ જોડાણ કર્યું છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે Qualcomm Jio ને 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં મદદ કરશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે ભારત હજુ પણ ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં ઘણું પાછળ છે. તેમણે કહ્યું કે જિયો ફિક્સ બ્રોડબેન્ડના ભારતને વિશ્વના ટોચના 10 દેશોમાં સ્થાન અપાવશે. ફિક્સ્ડ બ્રોડબેન્ડ માટે 5Gના બ્રોડબેન્ડનો ઉપયોગ કરવામાં આવશે. રિલાયન્સ જિયો મુંબઈમાં Jio 5G એક્સપિરિયન્સ સેન્ટર પણ ખોલશે.
એજીએમને સંબોધતા મુકેશ અંબાણીએ તમામ શેરધારકો, સહયોગીઓ, અધિકારીઓ અને ભાગીદારોનું સ્વાગત કર્યું અને કહ્યું કે આ ખૂબ જ ખાસ અવસર છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 25 વર્ષનું વિઝન નક્કી કર્યું છે. તેમને આપેલા પાંચ પ્રણ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવશે. તેમણે કહ્યું કે તેઓ ભારતની પ્રગતિમાં પોતાનું યોગદાન આપતા રહેશે. રિલાયન્સ 100 બિલિયન ડોલરનું ટર્નઓવર પાર કરનારી પ્રથમ કંપની છે. રિલાયન્સની નિકાસમાં 75 ટકાનો વધારો થયો છે. રિલાયન્સ ભારતની નિકાસમાં 8.4 ટકા યોગદાન આપે છે. કંપની સૌથી વધુ ટેક્સનું યોગદાન આપી રહી છે, સાથે જ રિલાયન્સે 2.32 લાખ લોકોને નોકરીઓ આપી છે.

Google search engine