લાખો રોકાણકારો જેની રાહ જોઈ રહ્યા છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એન્યુઅલ જનરલ મીટીંગ(AGM)આજે બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણી કેટલીક મહત્વની જાહેરાતો કરી શકે છે.
આ વર્ષની Reliance AGM ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે રિલાયન્સ જિયો 5G વિષે મહત્વની જાહેરાત થઇ શકે છે જેના પર બધાની નજર ટકેલી છે. ઉપરાંત, કંપનીના આગળના બિઝનેસ પ્લાનની જાહેરાતમાં શું મોટી જાહેરાત થશે, તેની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ સિવાય રિલાયન્સ જિયો, રિલાયન્સ રિટેલના IPOને લઈને મુકેશ અંબાણી શું પ્લાન રજુ કરે છે તે અંગે પણ દરેકના મનમાં ઉત્સુકતા છે.
સુત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે RIL ચેરમેન મુકેશ અંબાણીના સંતાનો આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી Reliance Jioની 5G સર્વિસ લોન્ચ કરી કરશે. એવા પણ અહેવાલ છે કે રિલાયન્સ જિયોનો 5G સ્માર્ટફોન આજે કંપનીની એજીએમમાં રજૂ થઈ શકે છે. Jioના 5G સ્માર્ટફોન સાથે અનલિમિટેડ ડેટા અને વૉઇસ કૉલિંગની સુવિધા પણ મળશે. આગામી દિવાળીના તહેવારોની પહેલા તેનું માર્કેટ લોન્ચ થઈ શકે છે. જો કે કંપની દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
રિલાયન્સ જિયો, રિલાયન્સ ડિજિટલ અને ઓઈલ ટુ કેમિકલ યુનિટના IPO માટેની ટાઈમલાઈન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજની એજીએમમાં જાહેર થઈ શકે છે. રિલાયન્સ જિયોનો IPO આ વર્ષે લોન્ચ થઈ શકે છે, જેનું બજાર મૂલ્ય $100 બિલિયન (રૂ. 8 લાખ કરોડ) હોવાનો અંદાજ છે.
રિલાયન્સ જિયોએ 5G સ્પેક્ટ્રમ મેળવવા માટે 88,078 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. 2016માં ટેલિકોમ બિઝનેસમાં પ્રવેશ કરનાર રિલાયન્સ જિયો માત્ર પાંચ વર્ષમાં ભારતી એરટેલ અને વોડાફોન-આઈડિયાને પછાડી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. રિલાયન્સ જિયોએ પણ 5G સ્પેક્ટ્રમ મેળવવા માટે સૌથી વધુ ખર્ચ રકમ ખર્ચી છે અને તે 5G સેવાઓના આગમન પછી આવકમાં જબરદસ્ત વૃદ્ધિની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આજની એજીએમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ JIOની વિવિધ APP પર પ્રસારિત કરવામાં આવશે.

Google search engine