બી-ટાઉનમાં ઉમરાવજાન એટલે કે રેખાની ગણતરી એવરગ્રીન એક્ટ્રેસ તરીકે થાય છે અને પોતાની સ્ટાઈલ અને ગ્રેસફૂલ અપિયરન્સને કારણે તે અવારનવાર ચર્ચામાં રહે છે. આલાગ્રાન્ડ એક્ટિંગને કારણે રેખાએ લોકોના દિલ જિતી લીધા છે અને આ જ કારણ છે કે રેખા ક્યાં પણ દેખાય પાપારાઝી એમની સુંદરતા અને કાતિલ અદાઓને કચરકડે કંડારવા ઉત્સુક જોવા મળે છે.
હાલમાં જ રેખાએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પાપારાઝીને પોઝ આપતા આપતા રેખાએ કંઈક એવું કર્યું કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો. આ વીડિયો રેખા સંતુલન ગુમાવીને પડતાં પડતાં પોતાની જાતને સંભાળતા દેખાઈ રહ્યા છે.
વિસ્તારથી વાત જણાવવાની થાય તો ગઈકાલે રેખા એક ફેશન શોમાં હાજરી આપવા મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે પહોંચ્યા હતા. આ શોમાં બોલીવૂડથી લઈને હોલિવૂડની અનેક સેલિબ્રિટીઓ હાજરી આપવા પહોંચી હતી. એ દરમિયાનનો આ વીડિયો છે અને આ વીડિયો ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યો છે.
વીડિયોની શરૂઆતમાં રેખા પાપારાઝીને પોઝ આપવા માટે ઊભા રહે છે અને પાપારાઝીને નમસ્તે કરીને અભિવાદન કરવા જતાં રેખાનું સંતુલન બગડી ગયું હતું અને તે પાછળ પડતાં પડતાં બચી ગયા હતા. બાદમાં રેખાએ બધાને નમસ્કાર કર્યા અને આગળ નીકળી ગયા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો પ્રચંડ વાઈરલ થઈ રહ્યો છે.
આ વાઈરલ વીડિયોની નીચે નેટિઝન્સ કમેન્ટ કરી રહ્યા છે અને એક યુઝરે કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે તેઓ એક માત્ર એવી પર્સનાલિટી છે કે જેમણે પોતાની સ્ટાઈલને વળગી રહ્યા છે. એટલું જ નહીં તેમણે ગેસફૂલ રીતે પોતાની પર્સનાલિટીને જાળવી રાખી છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે અનિલ કપૂર પણ હવે ધીરે ધીરે ઘરડો થઈ રહ્યો છે, પણ રેખાજી સદાબહાર છે. ત્રીજા યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે હું તો રેખાજી તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ શરૂ કરે એની રાહ જોઈ રહ્યો છે… તેઓ ઈન્સ્ટાગ્રામ પર આવશે તો મને રોજ એમના ફોટો જોવા મળશે.