મુંબઇની લબ્ધપ્રતિષ્ઠ લીલાવતી હૉસ્પિટલનાં કાયમી ટ્રસ્ટી રેખાબેન શેઠનું નિઘન

આમચી મુંબઈ

મુંબઇ: જેમના રોમ રોમમાં ધર્મપ્રેમ સંત-સતીજીઓ પ્રત્યેની વૈયાવચ્ચ સેવાની ભાવના અને અનન્ય ગુરુભક્તિ સમાયેલી હતી, એવા મુંબઇની લીલાવતી હૉસ્પિટલનાં કાયમી ટ્રસ્ટી રેખાબેન શેઠ, ગુરુ શરણમાં પોતાનું જીવન સમર્પિત કરીને આત્માને ધન્ય બનાવી ગયાં. સોમવારે હાર્ટની સર્જરી વખતે તબિયત લથડતાં પરિવારજનોની ભાવના અનુસાર તેમને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે માંગલિક સંભળાવી સંથરાની આરાધના કરાવી હતી. અંતે બપોરે ૪.૩૦ વાગે નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં તેમણે છેલ્લા શ્ર્વાસ લીધા હતા. પ્રતિષ્ઠિત હૉસ્પિટલનાં પદ પર હોવા છતાં બધી જ જવાબદારીઓ સાથે પરમ ગુરુદેવ પ્રેરિત ડિવાઇન ડ્રાઇવ મિશનમાં સક્રિય પણ જોડાઇને એમાં આપવામાં આવેલ દરેક ટાસ્ક અને આજ્ઞાને ફોલો પણ કરતાં. સોમવારે તેમનો સંથારો સીઝી જતાં મુંબઇભરના તેમના ચાહકો, જૈન સમાજના અગ્રણીઓ અને ભક્તજનોની ઉપસ્થિતિમાં તેમની પાલખીયાત્રા લીલાવતી હૉસ્પિટલથી કાઢવામાં આવી હતી. હૉસ્પિટલમાં સારવાર અર્થે પધારતાં કોઇપણ સંઘ-સંપ્રદાયના સંત-સતીજીઓ પ્રત્યે સમાન ભાવ રાખી નિ:શુલ્ક સારવારની વ્યવસ્થા કરીને ખડેપગે સેવામાં હાજર રહેતાં હતાં. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.