આતંકવાદી હુમલાથી બિલ્ડિંગની સુરક્ષા માટે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે નિયમાવલી

આમચી મુંબઈ દેશ વિદેશ

મુંબઈ: માનવનિર્મિત સંકટથી (બોમ્બસ્ફોટ, આતંકવાદી હુમલો વગેરે) રાજ્યની મહત્ત્વની સરકારી બિલ્ડિંગો, ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો, એરપોર્ટ, રેલવે સ્ટેશનો, અદ્યતન હોટેલ્સ વગેરે ભીડભાડ થતી હોય બિલ્ડિંગોનું સંરક્ષણ કરવા માટે સ્વતંત્ર સુરક્ષા નિયંત્રણ નિયમાવલી તૈયાર કરવાનું રાજ્ય સરકાર નક્કી કર્યું છે.
આવા પ્રકારની અમુક બિલ્ડિંગો કે પછી સ્થળોએ જઇને પ્રત્યક્ષ રીતે મુલાકાત લઇને સુરક્ષા નિયંત્રણ નિયમાવલી તૈયાર કરવા માટે મુંબઈ મહાપાલિકાના ભૂતપૂર્વ કમિશનર પ્રવીણ પરદેશીની અધ્યક્ષતા હેઠળ એક સમિતિ સ્થાપવામાં આવી છે. માનવનિર્મિત સંકટનો સામનો કરવાની દૃષ્ટિએ સ્વતંત્ર નિયંત્રણ નિયમાવલી તૈયાર કરવા માટે આ પહેલાં ૨૦૦૮માં એક નિષ્ણાત સમિતિને સ્થાપવામાં આવી હતી. સમિતિએ કરેલી ભલામણ અનુસાર રાજ્યની તમામ મહાનગરપાલિકા, સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી, સ્લમ રિહેબિલેટિશન ઓથોરિટી અને રિજનલ પ્લાનિંગ ઓથોરિટીના કાર્યક્ષેત્રમાં આવેલી બિલ્ડિંગોની સુરક્ષા સંબંધે વિશેષ નિયમાવલી તૈયાર કરવા માટે મહારાષ્ટ્ર રિજનલ એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટમાં સુધારો કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, પણ તેના પર અંતિમ નિર્ણય લઇ શકાયો નહોતો.
મહત્તાવની બિલ્ડિંગો અને સ્થળો પર સુરક્ષાની દૃષ્ટિએ શી ઉપાયયોજના કરવી પડે છે, તેનો અભ્યાસ કરીને સરકારને ભલામણ કરવા માટે પ્રવીણ પરદેશીની અધ્યક્ષતા હેઠળની નિષ્ણાત સમિતિ સ્થાપવામાં આવી છે. આ સમિતિમાં ટાઉનપ્લાનિંગ વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર નો.રા. શેંડે, પ્રોક્ટિસિંગ એન્જિનિયર્સ એન્ડ ટાઉનપ્લાનર્સ એસોસિયેશનના પ્રતિનિધિ સંદીપ ઈસોરે અને મુંબઈ મહાપાલિકાના મુખ્ય એન્જિનિયર (ડેવલપમેન્ટ પ્લાનિંગ)નો સમાવેશ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.