બંધૂકધારી સાધુ! દીકરીના ભણતર માટે લોન ન મળી તો બંધૂક લઈને બેંક લૂટવા પહોંચ્યા સાધુ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

તમિલનાડુના તિરુવરુરમાં દીકરીના ભણતર માટે બેંકે લોન આપવાનો ઈનકાર કર્યો તો સાધુ બંધૂક લઈને બેંક લૂટવા પહોંચ્યા હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં સાધુએ આ ઘટનાને તેના ફેકબુક પેજ પર લાઈવ ટેલિકાસ્ટ પણ કર્યું હતું.
મળતી માહિતી અનુસાર આરોપી સાધુ થિરુમલાઈ સ્વામી મૂલગુંડીમાં ઈદ-મિનાલ સંગમ ચલાવે છે. તેમની દીકરી ચીનમાં મેડિકલ ક્ષેત્રે ભણી રહી છે. તેના ભણતર માટે લોન લેવા સાધુ સિટી યુનિયન બેંક પહોંચ્યા હતાં. બેંક અધિકારીઓએ સાધુ પાસેથી પ્રોપર્ટીના પેપર્સ માંગ્યા હતાં. દરમિયાન સાધુએ સવાલ કર્યો કે બેંકને પૈસા વ્યાજ સાથે મળવાના છે તો તેમને પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ શા માટે જોઈએ છે. જે બાદ બેંકના કર્મચારીઓએ સાધુને લોન આપવાનો ઈનકાર કરી દીધો હતો. નિરાશ થઈને સાધુ પોતાના ઘરે ગયાં અને રાઈફલ લઈને બેંક પાછા આવ્યા હતાં. બેંકમાં પહોંચીને તેમણે સૌથી પહેલા ધૂમ્રપાન કર્યું અને પછી કર્મચારીઓને ધમકાવવાનું ચાલુ કર્યું.
સાધુએ બેંકમાં ઉપસ્થિત કર્મચારીઓને કહ્યું કે, બેંકે મને લોન ન આપી તેથી હવે હું બેંક લૂટીશ. દરમિયાન તેણે પોતાના ફેસબુક પેજ પર લાઈવ સ્ટ્રીમિંગ પણ શરુ કરી હતી. ઘટનાની જાણકારી પોલીસને મળતાં જ તાત્કાલિક સાધુની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.