અલીબાબા શોમાં લીડ રોલ પ્લે કરનાર અભિનેત્રી તુનિષા શર્માના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રી શોકમગ્ન છે. તુનિષાએ 20 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે, એ વાત પર કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો. તુનિષા જેવી હસમુખી છોકરી આત્મહત્યા જેવું પગલું કઈ રીતે ભરી શકે એ વાત જ માની શકાય એવી નથી. તુનિષાના નિધન બાદ તેના મિત્રોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આવી જ એક પોસ્ટમાં રીમ શેખે હવે તુનિષાની યાદમાં એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.
તુનિષા શર્મા અને રીમ શેખ ખાસ બોન્ડ શેર કરતા હતા. રીમે તુનિષાના ત્રણ થ્રોબેક ફોટા શેર કર્યા છે, જેમાં બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ સાથે રીમે લખ્યું, હું જાણું છું કે દુનિયાએ તારી સાથે બરાબર નથી કર્યું, મને માફ કરજે. હું આશા રાખું છું કે તમારા આત્માને હવે શાંતિ મળે.
View this post on Instagram