Homeદેશ વિદેશભારતીય પાસપોર્ટની તાકાતમાં થયો મોટો ઘટાડો

ભારતીય પાસપોર્ટની તાકાતમાં થયો મોટો ઘટાડો

છેલ્લા એક વર્ષમાં ભારતના પાસપોર્ટની તાકાતમાં ઘટાડો થયો છે. હવે ભારતીય પાસપોર્ટનો મોબિલિટી સ્કોર કોરોના મહામારી પહેલા કરતા પણ ઓછો આવી ગયો છે. આ સાથે શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ભારતનું રેન્કિંગ 06 સ્થાન નીચે આવી ગયું છે. ઈન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટની રેન્કિંગ આ વર્ષે ઘટીને 144 થઈ ગયું છે. એક વર્ષ પહેલા ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 138 હતું. આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે મહામારી અને અર્થવ્યવસ્થા ખુલ્યા બાદ ટ્રાફિક ઝડપથી સુધર્યો છે. આ વર્ષે ભારતની સાથે એશિયાની કેટલીક અન્ય મોટી અર્થવ્યવસ્થાઓના પાસપોર્ટનું પ્રદર્શન પણ કથળ્યું છે. વિયેતનામ, ઈન્ડોનેશિયા, ચીન અને થાઈલેન્ડ જેવા એશિયન દેશોના પાસપોર્ટ રેન્કિંગમાં ભારતની જેમ ઘટાડો થયો છે. એશિયન દેશો ગયા વર્ષે ટ્રાફિકમાં વિશ્વવ્યાપી તેજીનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા છે. ભારતીય પાસપોર્ટની રેન્કિંગમાં ઘટાડાનું મુખ્ય કારણ યુરોપિયન યુનિયનની નીતિ છે.

એશિયાઈ દેશોમાં દક્ષિણ કોરિયાનું પ્રદર્શન શ્રેષ્ઠ છે. આ દેશનો પાસપોર્ટ 174ના મોબિલિટી સ્કોર સાથે 12મા ક્રમે છે, જ્યારે જાપાન 172ના સ્કોર સાથે 26મા ક્રમે છે. આ વર્ષે માત્ર 10 દેશોનો સ્કોર સુધર્યો છે. સ્વીડન હવે જર્મનીને પછાડી બીજા સ્થાને પહોંચી ગયું છે. કેન્યાની રેન્કિંગમાં ચાર સ્થાનનો ઉછાળો આવ્યો છે. આ વર્ષે કોઈપણ દેશનો આ સૌથી મોટો ઉછાળો છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતાઈ એ હકીકત પરથી જાણી શકાય છે કે તે દેશના નાગરિકો વિઝાની જરૂર વગર આટલા બધા દેશોની યાત્રા કરી શકે છે. આ મુજબ દેશના પાસપોર્ટનો મોબિલિટી સ્કોર નક્કી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -