કાશી વિશ્વનાથ મંદિરની તજ પર મુંબઈના મુમ્બાદેવી મંદિર નો પુનઃવિકાસ કરવામાં આવશે એવી ખાતરી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આપી હતી. તાજેતરમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ દેવી મંદિરની મુલાકાત લીધી હતી અને તેમણે આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નારવેકર, મહિલા અને બાળ વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢા, ધારાસભ્ય સદા સર્વણકર, પૂર્વ મંત્રી દિપક સાવંત, રાજપુરોહિત અને અન્ય લોકો હાજર રહ્યા હતા. મુમ્બા દેવી એક પ્રાચીન મંદિર છે. મુંબઈગરાને આ મંદિર પ્રત્યે આસ્થા વિશ્વાસ અને પ્રેમ છે. મુંબઈગરાઓ માંગ કરી રહ્યા છે કે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર, ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર અને તિરુપતિ મંદિરની તર્જ પર મુંબઈના મુમ્બાદેવી મંદિરનો પણ પુનર્વિકાસ કરવામાં આવે. આ અંગે વિચારીને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે એવી ખાતરી મુખ્યપ્રધાન શિંદેએ આપી હતી.