(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે એવી માહિતી આપી હતી કે કેબિનેટે ઉલ્હાસનગરની જોખમી ઈમારતોના પુનર્વિકાસને માન્યતા આપી છે.
ઉલ્હાસનગર થાણે જિલ્લાની મહાનગરપાલિકા છે. આ વિસ્તારમાં અનેક લોકો હાલના પાકિસ્તાનમાં રહેલા સિંધ પ્રાંતમાંથી આવેલા છે. આ શહેરમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામ થયા હોવાના અહેવાલો થોડા વર્ષ પહેલાં આવ્યા હતા.
એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં ઉલ્હાસનગરમાં વસતા લાખો લોકો જોખમી અવસ્થામાં વસવાટ કરી રહ્યા છે અને તેમને માટે એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે પુનર્વિકાસ કરવામાં આવશે.
આ નિર્ણયને પગલે ઉલ્હાસનગરની હજારો ગેરકાયદે ઈમારતોના પુનર્વિકાસનો રસ્તો ખુલી ગયો છે.