Monsoon Trip પ્લાન નહીં કરતાં! મુંબઈમાં રેડ એલર્ટ, હવામાન ખાતાએ 24 કલાક સાવધાન રહેવાની કરી ભલામણ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે અને આગામી 24 કલાક સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મુંબઈગરાને આ સમય દરમિયાન સાવધાન રહેવાની ચેતવણી આપી છે.

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર 12 જુલાઈ સુધી મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે, આ એલર્ટ આગામી બે દિવસ દરમિયાન વરસાદના આધારે બદલી શકે છે. મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી મુંબઈગરાને પ્રવાસની યોજના ન બનાવવાની પણ હવામાન ખાતાએ ભલામણ કરી છે.

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, હવામાન વિભાગે તોફાની હવા સાથે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે મુંબઈમાં 12 ફીટ ઉંચા મોજા ઉછળી શકે છે.

મુંબઈમાં એલર્ટ જાહેર કર્યા બાદ પાલિકા પ્રશાસને શહેરના સમુદ્ર કિનારાઓ પર નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. દરમિયાન લોકો માટે સવારે છથી 10 વાગ્યા સુધી જ બીચ પર જઈ શકશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.