હવે બીજી બેંક હવે બંધ થઇ ગઇ
અમેરિકામાં સિલિકોન વેલી બેંક (SVB)ના ધબડકા બાદ, નિયમનકારોએ સિગ્નેચર બેંકને તાળું મારી દીધું છે. સિગ્નેચર બેંક બીજી ટેક ફ્રેન્ડલી બેંક છે જેને બંધ કરવામાં આવી છે. સિલિકોન વેલી પછી બંધ થનારી તે બીજી સૌથી મોટી બેંક હતી. માત્ર એક સપ્તાહની અંદર 2 મોટી બેંકો બંધ થવાને કારણે સ્વાભાવિકપણે અમેરિકામાં ભયાનક સ્થિતિ સર્જાઇ છે. આને આર્થિક મંદીની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે કારણ કે 2008ની મંદી પણ બેંક ક્રેશ પછી જ જોવા મળી હતી. જોકે, અમેરિકી સત્તાવાળાઓએ રવિવારે જણાવ્યું હતું કે તેઓ સિલિકોન વેલી બેંકમાં થાપણદારોના પૈસા બચાવવા માટે પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. અમેરિકી બેંકો ડૂબવાના કારણે વૈશ્વિક બજારમાં કડાકો બોલી ગયો છે. ભારતીય બજાર પર પણ તેની અસર જોવા મળી છે. બંને મુખ્ય સેન્સેક્સ ઘટી ગયા છે. જોકે, ભારતીય બેંકિંગ સેક્ટર પર વધુ અસર જોવા મળી છે.
શુક્રવારે જ સમાચાર આવ્યા હતા કે અમેરિકાની સિલિકોન વેલી બેંક (SVB) પડી ભાંગી છે. આ બેંક મુખ્યત્વે ટેક સેક્ટર માટે વેન્ચર કેપિટલ ફાઇનાન્સિંગના ક્ષેત્રમાં ડીલ કરતી હતી. સિગ્નેચર બેંક ક્રિપ્ટો કરન્સીમાં ડીલ કરવા ઉપરાંત ટેક સેક્ટરમાં નવા સ્ટાર્ટ અપ્સને ફાઇનાન્સિંગ કરવાનું કામ કરતી હતી.