શિંદે સરકારની અસલી પરીક્ષા હજુ બાકી! વિધાનસભા સત્ર માટે ગોવાથી મુંબઈ આવવા રવાના થયા શિંદે જૂથના MLA

અવર્ગીકૃત

Mumbai: મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) તેમના જૂથના ધારાસભ્યોને લઇને ગોવાથી મુંબઈ આવવા માટે રવાના થઇ ગયા છે. બળવાખોરી બાદથી જ આ વિધાનસભ્યો મુંબઈથી બહાર હતા. હવે આવતી કાલે મહારાષ્ટ્રનું વિધાનસભા સત્ર આયોજિત થવા જઇ રહ્યું છે. આ મુખ્યપ્રધાન એકનાથ શિંદેનું પહેલું અને નિર્ણાયક સત્ર હશે.

મહારાષ્ટ્રના રાજ્યપાલે રવિવારે અને સોમવારે બે દિવસીય વિશેષ વિધાનસભા સત્ર બોલાવ્યુ છે. આ વિધાનસભા સત્ર વિશેષ એટલા માટે છે કારણ કે બે દિવસીય વિધાનસભા સત્રમાં શિંદે સરકારને બહુમતી સાબિત કરવાની છે. આ બે દિવસીય વિધાનસભા સત્ર એકનાથ શિંદે સરકારનો ફ્લોર ટેસ્ટ છે.

YouTube player

જાણકારી અનુસાર એકનાથ શિંદે સરકારે સોમવારે ફ્લોર ટેસ્ટ આપવાનો છે. જયારે રવિવારે વિધાનસભા સ્પીકર માટે ચૂંટણી પ્રક્રિયા આયોજિત કરવામાં આવશે. શિંદે સરકારને ભલે સોમવારે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવાનું છે, પણ નવી સરકારની પહેલી પરીક્ષા સ્પીકરની ચૂંટણી છે.

રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની ચૂંટણી થવાની છે. એ માટે ભાજપ (BJP) તરફથી રાહુલ નાર્વેકર (Rahul Narvekar) ને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જયારે શિવસેના તરફથી રાજન સાલ્વીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં જે પણ રાજકીય પાર્ટીની જીત થશે, તેના પક્ષમાં સોમવારે ફ્લોર ટેસ્ટ હોવાના આસાર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.