મહારાષ્ટ્ર સરકારની બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી, એકનાથ શિંદે બોલ્યા-અમને કોઇ ડરાવી શકશે નહીં

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. એકનાથ શિંદે સાથે બળવો કરનારા લગભગ 40 ધારાસભ્યોના પીએસઓ (ખાનગી સચિવ અધિકારી, કમાન્ડો અને કોનસ્ટેબલ) વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ અધિકારીઓ વિરુદ્ધ રાજ્ય સરકાર કાર્યવાહી કરશે. આ તમામ ધારાસભ્યો મહારાષ્ટ્ર છોડી રહ્યા હતા ત્યારે આ તમામ અધિકારીઓએ પ્રશાસન અને ગુપ્ત વિભાગને જાણ કરી નહોતી. એટલે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યએ તમામ જિલ્લા કલેકટરોને સંબંધિત જિલ્લાના ધારાસભ્યોના આ અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારવાનો આદેશ આપ્યો છે. દરમિયાન શિવસેના અધ્યક્ષ અને રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પક્ષના 12 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટે સ્પીકરને આવેદન આપ્યું છે. ગુવાહાટીમાં બેઠેલા બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેએ કહ્યું છે કે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર લઘુમતીમાં આવી ગઇ છે. અમારા ધારાસભ્યોને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પણ અમને કોઇ ડરાવી શકશે નહીં. અમે પણ કાયદો જાણીએ છીએ અને લોકશાહીમાં આંકડાનું ખૂબ મહત્વ છે. શિંદેએ દાવો કર્યો છે કે તેમની પાસે શિવસેના 39 અને અપક્ષનાં 14 ધારાસભ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.