Mumbai: મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાન વચ્ચે હવે ખબર મળી રહી છે કે ઉદ્ધવ ઠાકરે બળવાખોર એકનાથ શિંદે સહિત કુલ સાત પ્રધાનોને પ્રધાન પદથી હટાવશે. આ મામલે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ કરવા જઇ રહ્યા છે.
એકનાથ શિંદે સાથે જે પ્રધાનોના નામ સામે આવી રહ્યા છે તેમાં ગુલાબરાવ પાટીલ, દાદા ભૂસે, સંદીપાન ભુમરે, શંભુરાજે દેસાઇ, અબ્દુલ સત્તાર અને બચ્ચૂ કડૂ પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે. એકનાથ શિંદે સાથે આ પ્રધાનોએ પણ બળવાખોરી કરી છે.