ફ્લોર ટેસ્ટમાં બળવાખોર નેતા સહકાર આપશે: રાઉતનો દાવો

આમચી મુંબઈ

મુંબઈ: શિવસેનાના નેતા એકનાથ શિંદેએ બળવો કર્યા પછી શિવસેનાના સાંસદ સંજય રાઉતે શુક્રવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં પક્ષના સભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ ફ્લોર ટેસ્ટ દરમિયાન મહાવિકાસ આઘાડી (એમવીએ)ને બળવો કરનારા વિધાનસભ્યોનો સહકાર મળશે એવો મને વિશ્ર્વાસ છે અને તેની સંખ્યામાં ગમે ત્યારે ફેરફાર થશે. મુંબઈમાં જ્યારે તેઓ પરત ફરશે ત્યારે બળવાખોર વિધાનસભ્યોની સાચી વિશ્ર્વસનીયતાનો ટેસ્ટ થશે.
એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવારને ધમકાવવાના મુદ્દે ભાજપના નેતા નારાયણ રાણેનું નામ લીધા વિના નિશાન તાક્યું હતું. શિવસેના સામે બળવો કરનારા શિંદે ૩૭ વિધાનસભ્ય સહિત નવ વિપક્ષના વિધાનસભ્યની સાથે ગુવાહટીની હોટેલમાં છે. શિંદેએ દાવો કર્યો હતો કે તેની પાસે ૪૦ વિધાનસભ્યનો ટેકો છે.
શિવસેના પક્ષમાં બળવાને કારણે વિધાનસભામાં પક્ષના વિધાનસભ્યની સંખ્યામાં ઘટાડો થયો છે. બળવાખોર જૂથે પર્યાપ્ત સંખ્યાબળ હોવાનો દાવો કર્યો છે, જેમાં લોકશાહી સંખ્યાના આધારે ચાલે છે, પરંતુ નંબરની સંખ્યા ગમે ત્યારે બદલાઈ શકે છે. બળવાખોર વિધાનસભ્યો પરત ફરશે ત્યારે તેઓ બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાની વિશ્ર્વસનીયતાની પરીક્ષા થશે, એવું રાઉતે જણાવ્યું હતું.
વાસ્તવમાં કાયદેસરની લડાઈ છે, જેમાં કેટલાક નિયમો છે અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો પણ છે, એવું સેનાના સાંસદે જણાવ્યું હતું.
શિવસેનાની આગેવાની હેઠળની એમવીએની સરકાર એકસાથે છે. એમવીએને ફ્લોર ટેસ્ટ દરમિયાન બળવો કરનારા વિધાનસભ્યો ટેકો આપશે એનો અમને વિશ્ર્વાસ છે. બળવો કરનારા વિધાનસભ્યો મુંબઈ પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છીએ, એવું રાઉતે જણાવ્યું હતું.
(પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.