Homeદેશ વિદેશમળો રિયલ લાઈફ રૉબિનહૂડને!

મળો રિયલ લાઈફ રૉબિનહૂડને!

ચોરી કરવી એ જ વાત મૂળમાં આપણા નિયમો અને મૂલ્યોના વિરુદ્ધ છે પણ તેમ છતાં આજે આપણે અહીં એક એવા ચોર વિશે વાત કરવાના છીએ કે જે ચોરી કરીને સમાજસેવા કરતો હતો. આખો કિસ્સો જાણવા આપણે પહોંચી જવું પડશે યુપીના ગાઝિયાબાદ જિલ્લા ખાતે. આ ચોરની બીજી એક ખાસિયત વિશે વાત કરીએ તો તે એકદમ હોંશિયાર અને ટેક્નિકલ બાબતોમાં નિપૂણ છે અને તે માત્ર બ્લેક મની પર જ હાથ સફાઈ કરે છે જેથી તેની સામે કોઈ ગુનો ના નોંધી શકાય. ટૂંકમાં કહીએ તો ભાઈજાનની ફિલ્મ ‘કિક’માં જેમ સલમાન ખાન ચોરીઓ કરીને ભલાઈના કામો કરતો હતો તેવું જ કંઈક આ ભાઈસા’બ રિયલ લાઈફમાં કરતાં હતા.
આરોપી ઈરફાન ઉર્ફે ઉજાલે મંત્રીઓને લૂંટીને ગરીબ બાળકોની સારવારમાં પૈસા ખર્ચી નાખ્યા હતા. જોકે, ચોરી એ તો ચોરી જ હોય છે, પછી તે ભલેને તમે ગમે એટલા સારા હેતુથી કેમ ના કરી હોય એ ન્યાયે કવિનગર પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે કબૂલ્યું હતું કે તે એવા રાજ્યોમાં ચોરી કરતો હતો જ્યાંથી તેમને બ્લેકમની મળી રહે અને આવું કરવાનું કારણ એટલું જ કે તેની સામે ફરિયાદ ના થઈ શકે. આ ચોરીના પૈસાનો ઉપયોગ તે ગામમાં થતા વિવિધ વિકાસકામોમાં કરતો હતો પછી ગામમાં સ્ટ્રીટ લાઇટ લગાવવાની હોય કે સોલાર પેનલ બેસાડવાની હોય આ તમામ જરૂરિયાતો એક જ પૈસાથી પૂરી થતી હતી.
આટલું ઓછું હોય તેમ તે આ ચોરેલા ધનથી જ ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન પણ કરાવતો હતો, જ્યાં એક તરફ અલગ-અલગ રાજ્યોમાં ઈરફાન ઉર્ફે ઉજાલે પર ચોરીના ૨૬ જેટલા કેસ નોંધવામાં આવ્યા છે ત્યાં બીજી બાજું લોકો ઇરફાન ઉર્ફે ઉજાલેને રોબિનહૂડના હુલામણા નામે પણ ઓળખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular