તમે પીકે ફિલ્મ તો જોઇ હશે. એમાં આમિર ખાને ટાઇટલ ભૂમિકા ભજવી હતી. પીકે બીજી દુનિયામાંથી આવ્યો હોવાનું ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું. હવે રિયલ લાઇફનો પીકે જોવા મળ્યો છે, જે રસ્તાપર, દુકાનોમાં બધે જ કપડાં વિના ફરી રહ્યો છે.
આધારભૂસ સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકાના ફ્લોરિડાના પામ બિચ પર એક 44 વર્ષીય વ્યક્તિ શેરીમાં નગ્ન અવસ્થામાં ચાલતો જોવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી અને એની પૂછપરછ કરી ત્યારે તે વ્યક્તિએ પોતાનું નામ, ઠામ આપવાનો ઇનકાર કર્યો હતો અને એણે જણાવ્યું હતું કે એ અલગ બ્રહ્માંડમાંથી આવ્યો છે અને એ એલિયન છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે કોઈ રાજ્યનું સામાજિક સુરક્ષા નંબર કે આઈડી કાર્ડ નથી. બાદમાં તેની ઓળખ જેસન સ્મિથ તરીકે થઈ હતી. જેસન સ્મિથે પાછળથીઅધિકારીઓને જાણ કરી કે તે ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં રહેતો હતો.
પામ બીચ કાઉન્ટી શેરિફે જણાવ્યું હતું કે મિસ્ટર સ્મિથ પર આખરે Indecent exposure, અવ્યવસ્થિત વર્તન અને ધરપકડનો પ્રતિકાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
રિયલ લાઇફ પીકેનો દાવો, હું બીજા બ્રહ્માંડમાંથી આવ્યો છું
RELATED ARTICLES