રાજસ્થાનનું સીએમ પદ છોડવા તૈયાર ગેહલોત, બે પદને ન્યાય નહીં આપી શકે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત કોચી જઇ રહ્યા છે. તેઓ ત્યાં રાહુલ ગાંધીને મળશે અને કૉંગ્રેસના અધ્યક્ષપદ અંગે તેમને મનાવવાની કોશિશ કરશે. પત્રકારો સાથએ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘ આખો દેશ કોંગ્રેસ અધ્યક્ષને જોવા માંગે છે. દરેક વ્યક્તિ એમ ઇચ્છે છે કે રાહુલ ગાંધી પક્ષના અધ્યક્ષ બને અને પક્ષની ધૂરા સંભાળી લે. હું કોચી જઇને તેમને મનાવવાની કોશિશ કરીશ.’
ગેહલોતને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે તમારી સમજાવટ બાદ પણ રાહુલ ગાંધી અધ્યક્ષપદ માટે રાજી ના થાય તો શું તમે આ પદ માટે દાવેદારી નોંધાવશો ત્યારે એનો જવાબ તેમણે હકારમાં આપ્યો હતો અને જણાવ્યું હતું કે, “હું અધ્યક્ષપદ માટે ફોર્મ ભરીશ. હું અધ્યક્ષ પદ માટે મારું સીએમ પદ છોડવા તૈયાર છું કારણ કે મારાથી બેઉ જવાબદારી નહીં સંભાળી શકાય.”
ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે તેઓ શશી થરૂર સામે મુકાબલો કરવા તૈયાર છે. સચિન પાયલટના સીએમ બનવાના પ્રશ્નમાં તેમણે કહ્યું કે આ ધારાસભ્યો નક્કી કરશે કે શું કરવું.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે રાજી થઈ ગયા છે. દિગ્વિજય સિંહ આજે દિલ્હી પહોંચશે અને પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે. આ પહેલા કોંગ્રેસ નેતા શશિ થરૂર, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ કોંગ્રેસ અધ્યક્ષ બનવાની રેસમાં ઝુકાવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.