સગર્ભાવસ્થાના સમાચાર પ્રત્યે ઉદાસીનતાપૂર્વક પ્રતિક્રિયા આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરણી સમાન નથી: કોર્ટ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈ: ગર્લફ્રેન્ડ ગર્ભવતી હોવાની આશંકા પ્રત્યે ઉદાસીનતાથી પ્રતિક્રિયા આપવી એ આત્મહત્યા માટે ઉશ્કેરણી અથવા ઉશ્કેરણથી ઓછું ગણાય, એવું બોમ્બે હાઈ કોર્ટે ગર્લફ્રેન્ડના બળાત્કાર અને આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિના જામીન મંજૂર કરતાં જણાવ્યું હતું. કોર્ટે ૧૭મી ઓગસ્ટે આદેશ આપ્યા હતો.
૧૬ વર્ષની કિશોરીએ માર્ચ, ૨૦૨૧માં થાણેમાં તેના નિવાસસ્થાને કથિત રીતે આત્મહત્યા કરી હતી, જ્યારે તેનો બોયફ્રેન્ડ (આરોપી) જે એ સમયે ૧૯ વર્ષનો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કિશોરી ગર્ભવતી હોઇ શકે છે એવું તેણે કહ્યા બાદ બોયફ્રેન્ડે ઉદાસીનતા દાખવી હતી.
જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગલ બેન્ચે આરોપી કુણાલ ડોકેને જામીન આપ્યા હતા અને નોંધ્યું હતું કે પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તે ગર્ભવતી ન હોવાનું બહાર આવ્યું હતું. કિશોરીના ગર્ભવતી હોવાના સમાચાર અંગેની ઉદાસીન પ્રતિક્રિયા આત્મહત્યા માટે ઉશ્કેરણી અથવા ઉશ્કેરણીથી ઓછું ગણાય.
ઘટના સમયે અરજદાર માત્ર ૧૯ વર્ષનો હતો અને તેણે ઉદાસીન પ્રતિક્રિયા આપી હતી જે વોટ્સએપ ચેટ પરથી જોઇ શકાય છે. ચેટ એવું પણ દર્શાવે છે કે બંને વચ્ચે નજીકના સંબંધો હતા, એવું કોર્ટે કહ્યું હતું.
આત્મહત્યા માટે ઉશ્કેરવાના ગુનાને આમંત્રિત કરવા માટે તે સ્થાપિત કરવું જરૂરી છે કે આરોપી તરફથી મૃતકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવામાં આવી હતી, એમ પણ કોર્ટે જણાવ્યું હતું. અરજદારની ઉંમરને ધ્યાનમાં રાખતાં તેને જેલમાં રાખવો અયોગ્ય છે, એવું જસ્ટિસ ડાંગરેએ ડોકને જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપતાં કહ્યું હતું. ડોકને રૂ. ૨૫,૦૦૦ના વ્યક્ગિત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યો હતો.
(પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.