રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પહેલી ડિસેમ્બરના રોજ પોતાની ડિજિટલ કરન્સી (Central Bank Digital Currency)ના પાયલટ પ્રોજેક્ટને રોલઆઉટ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ક્લોઝ યુઝર ગ્રુપ એટલે કે જેમાં ગ્રાહકથી લઈને વેપારીઓ સામેલ હશે તે પણ શરૂ કરવામાં આવશે. ઈ-રૂપી ડિજિટલ ટોકનનું કામ કરશે અને બેંક દ્વારા ડિસ્ટ્રિબ્યૂટ કરવામાં આવશે.
આ અંગે આરબીઆઈએ જણાવ્યું હતું કે, યુઝર્સ મોબાઈલ ફોન અથવા ડિવાઈસમાં સંગ્રહિત બેંકોના ડિજિટલ વોલેટમાંથી ડિજિટલ રૂપિયા દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ વ્યવહારો પર્સન ટુ પર્સન અને પર્સન ટુ મર્ચન્ટ વચ્ચે થઈ શકશે. QR કોડ દ્વારા વેપારીને એટલે કે દુકાનદારને ચુકવણી કરી શકાશે.