જો તમારું સેવિંગ-કરન્ટ એકાઉન્ટ 10 વર્ષથી ઓપરેટ નથી થતું, તો તમારી સમસ્યા વધી શકે છે, RBIએ જારી કર્યું એલર્ટ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગ્રાહકોના નામે એક મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે, બચત અને કરંટ એકાઉન્ટ્સ અથવા ટર્મ ડિપોઝિટ 10 વર્ષથી વધુ સમયથી સંચાલિત નથી જેનો દાવો કરવામાં આવ્યો નથી. તેમને હવે દાવા વગરની થાપણો ગણવામાં આવશે અને આ ખાતાના નાણા ડિપોઝિટ એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવશે જેની દેખરેખ RBI દ્વારા કરવામાં આવશે. એટલે કે, જો આ ખાતાઓમાં જમા નાણાંની માહિતી લેવામાં ન આવે અથવા 10 વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન કરવામાં ન આવે તો રિઝર્વ બેંક તેને દાવા વગરની શ્રેણીમાં મૂકશે. તેથી, તેનાથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે જો તમે ખાતામાં પૈસા મૂકીને ભૂલી ગયા છો, તો જલ્દીથી ટ્રાન્ઝેક્શન કરો.
આ નિયમ માત્ર બચત, ચાલુ અથવા ટર્મ ડિપોઝિટ ખાતાઓ માટે જ લાગુ પડે છે જે 10 વર્ષથી ઓપરેટ થયા નથી. જોકે, ખાતાધારકો આ ખાતાઓમાં જમા કરાયેલા નાણાં ઉપાડવા માટે હકદાર હશે અને તેઓ આ નાણાંનો બેંકમાં દાવો કરી શકશે. આરબીઆઈનું કહેવું છે કે ડીઈએ ફંડમાં પૈસા જમા કરાવ્યા પછી પણ ખાતાધારકો તેમની બેંકમાં પૈસા માટે અરજી કરી શકે છે. એ સમયે બેંક વ્યાજ સાથે પૈસા પરત કરશે.

1 thought on “જો તમારું સેવિંગ-કરન્ટ એકાઉન્ટ 10 વર્ષથી ઓપરેટ નથી થતું, તો તમારી સમસ્યા વધી શકે છે, RBIએ જારી કર્યું એલર્ટ

  1. Reactivating a dormant account has onerous conditions imposed such that a senior citizen or physically challenged individual finds it impossible to comply with. With current emphasis on computerization RBI should first open this portal so the activation can be facilitated. Otherwise, it seems, it is in a hurry to take over the funds. Will RBI respond to this favorably? I am waiting.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.