હવે ચલણી નોટો પર દેખાશે આ મહાનુભાવોની તસવીર…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતીય ચલણી નોટોને લઇને ટૂંક સમયમાં જ મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ચલણી નોટો પર હવે બંગાળના મહાન રત્નોમાંના એક, રવીન્દ્રનાથ ટાગોર અને ભારતના મિસાઇલ મેન અને 11મા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના ફોટા લગાવવાની તૈયારી ચાલી રહી છે. અત્યાર સુધી ભારતીય ચલણી નોટો પર ફક્ત મહાત્મા ગાંધીનો જ ફોટો છપાતો હતો. જોકે, નાણા મંત્રાલય અને ભારતીય રિઝર્વ બેંક (RBI) હવે કેટલાક મૂલ્યોની બેંક નોટોની નવી શ્રેણી પર ટાગોર અને કલામના વોટરમાર્ક ફોટાઓનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે.

આ પહેલીવાર છે જ્યારે આરબીઆઈ બેંક નોટ પર મહાત્મા ગાંધી સિવાયની પ્રખ્યાત હસ્તીઓની તસવીરોનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે.  નાણા મંત્રાલય હેઠળ આવતા આરબીઆઈ અને સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસપીએમસીઆઈએલ) પાસે ગાંધી, ટાગોર અને કલામના વોટરમાર્કના સેમ્પલના બે અલગ-અલગ સેટ મોકલવામાં આવ્યા છે અને તેમને બે સેટમાંથી પસંદ કરીને સરકાર દ્વારા અંતિમ વિચારણા માટે રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે એક અથવા ત્રણેય છબીઓ પસંદ કરવાનો અંતિમ નિર્ણય “ઉચ્ચ સ્તરે” લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ વોટરમાર્ક સેમ્પલની ડિઝાઇનને સત્તાવાર મંજૂરી મળી હતી. હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ ચલણી નોટો પર બહુવિધ  વોટરમાર્કને સમાવવાની શક્યતાઓ શોધવા માટે પગલું ચાલુ છે.
જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે આરબીઆઇ અમુક બેંક નોટોની એક નવી સિરીઝ લાવશે જેના પર ટાગોર અને કલામનો વોટરમાર્ક ફોટો હશે. યુએસ ડૉલર પર જ્યોર્જ વોશિંગ્ટન, બેન્જામિન ફ્રેન્કલિન, થોમસ જેફરસન, એન્ડ્રુ જેક્સન, એલેક્ઝાન્ડર હેમિલ્ટન અને અબ્રાહમ લિંકન સહિત 19મી સદીના કેટલાક પ્રમુખોના ચિત્રો છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.