સોનાના ભાવ દિવસે દિવસે ગગનને આંબી રહ્યા છે ત્યારે જો તમે પણ સસ્તામાં સોનું ખરીદવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે જ છે. જી હા, આરબીઆઇ તમને સસ્તામાં સોનુ ખરીદવાની પરવાનગી આપી રહી છે. 6 માર્ચ, 2022થી એટલે કે આજથી જ સોવરેન ગોલ્ડ બોન્ડ 2022-23 (સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2022-23 – સિરીઝ IV) ની ચોથી શ્રેણીનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ સ્કીમ માત્ર 5 દિવસ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ દરમિયાન રોકાણકારોને બજાર કરતાં ઓછા દરે સોનું ખરીદવાની તક મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બોન્ડ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા છે. આ સ્કીમ હેઠળ ગ્રાહક ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિથી સોનું ખરીદી શકે છે. ખાસ વાત તો એ છે કે ગોલ્ડ બોન્ડ GSTના દાયરામાં સામેલ નથી કરવામાં આવ્યા. આ સાથે ગ્રાહકને ગેરેટેન્ડ રિટર્ન પણ મળશે.
પાંચ દિવસ માટે ખુલતા ગોલ્ડ બોન્ડની ઇશ્યૂ કિંમત 5,611 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે અને જો તમે ઓનલાઇન આ બોન્ડ ખરીદી કરશો તો તમને થોડી વધારે છૂટ મળશે. ઓનલાઈન ખરીદી કરનાર રોકાણકારને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે રોકાણકારે ડિજિટલ પેમેન્ટ કરવું પડશે. આનો અર્થ એવો થયો કે ઓનલાઈન પેમેન્ટ ઇન્વેસ્ટર્સ માટે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ કિંમત 5,561 રૂપિયા પ્રતિ ગ્રામ હશે.
સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાના ફાયદા વિશે વાત કરીએ તો તે નીચે મુજબ છે-
12 મહિના માટે 2.5% વ્યાજ, 6 માસિક ધોરણે વ્યાજની ચુકવણી
આ ગોલ્ડ GSTના દાયરામાં નથી આવતું
ગોલ્ડ બોન્ડમાં ટ્રાન્સફરનો પણ વિકલ્પ આપવામાં આવે છે
એટલું જ નહીં પણ બોન્ડ સામે પણ લોન તમે લોન પણ લઈ શકો છો
પાકતી મુદત પછી પણ આ ગોલ્ડ પર ટેક્સ નથી લેવામાં આવતો
સોવરિન ગોલ્ડ બોન્ડમાં કેવી રીતે રોકાણ કરશો
બેંકમાંથી ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિથી આ ગોલ્ડ ખરીદી શકાય છે
આ ઉપરાંત આ ગોલ્ડ બોન્ડ પોસ્ટ ઓફિસમાંથી પણ ખરીદી કરી શકાય છે
સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન દ્વારા ખરીદી શક્ય છે
ગોલ્ડ બોન્ડ BSE અને NSEના પ્લેટફોર્મ પરથી પણ ખરીદી શકાય છે
કોણ કેટલું રોકાણ કરી શકે છે ગોલ્ડ બોન્ડમાં?
તમે ઓછામાં ઓછા 1 ગ્રામના યુનિટમાં રોકાણ કરી શકો છો અને 4 કિલોથી વધુની ઇનપુટ મર્યાદા નક્કી કરવામાં આવી છે. વ્યક્તિગત, HUF માટે મહત્તમ રોકાણ મર્યાદા 4 કિલો.
ટ્રસ્ટ માટે મહત્તમ રોકાણ મર્યાદા 20 કિલોની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
Mujhe karna hai ye
Aap kaha se bol rahe ho
Mujhe karna hai