Homeસ્પોર્ટસIPL 2023રવિન્દ્ર જાડેજાની ટવિટથી ધમાલ, યૂઝરે ટ્રોલ કર્યો, ફેન્સે લખ્યું 'કમ ટુ આરસીબી...'

રવિન્દ્ર જાડેજાની ટવિટથી ધમાલ, યૂઝરે ટ્રોલ કર્યો, ફેન્સે લખ્યું ‘કમ ટુ આરસીબી…’

બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) હવે ધીમે ધીમે રસપ્રદ તબક્કામાં જઈ રહી છે, જેમાં ગઈકાલની મેચમાં ગુજરાત ટાઈટન્સને ચેન્નઈએ હરાવ્યા પછી વિવાદ વકર્યો છે. આઈપીએલ 2023ના પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 14 રનથી હરાવ્યું હતું. જોકે, ચેન્નઈની જીતમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ખતરનાક બોલિંગ કરતા 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 18 રન આપ્યા હતા. મૂળ ગુજરાતના પણ ચેન્નઈની ટીમવતીથી રમનારા જાડેજાના શાનદાર પ્રદર્શનના કારણે તેને ‘મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ’ એવોર્ડ મળ્યો હતો.

ગુજરાત સામેની જીત સાથે ચેન્નઈએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ચેન્નઈ સુપરકિંગની જીત બાદ જાડેજાએ એવોર્ડ સાથે એક ફોટો શેર કર્યો હતો અને તેણે કેપ્શનમાં તેણે ફેન્સ વિશે એક રસપ્રદ વાત લખી હતી.

જાડેજાના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક ચાહકો જાડેજાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાવવાની સલાહ આપી રહ્યા છે. જાડેજાના ટ્વીટ બાદ થોડા સમય માટે ટ્વિટર પર ‘કમ ટુ આરસીબી’ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઋતુરાજ ગાયકવાડે 60 રનની ઇનિંગ રમી હતી.

કોનવેએ 40 રન બનાવ્યા હતા. જાડેજાએ 16 બોલમાં 22 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ ઓલઆઉટ થતાં સુધી 20 ઓવરમાં 157 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી શુભમન ગિલે 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

રાશિદ ખાને 30 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન ચેન્નઈ તરફથી જાડેજા, પથિરાના, થીક્ષાના અને દીપક ચહરે 2-2 વિકેટ લીધી હતી.

રવિન્દ્ર જાડેજાએ ટવિટ કર્યું હતું કે અપસ્ટોક નોઝ બટ, સમ ફેન્સ ડોન્ટ. એની સામે ટવિટર પર લોકોએ પ્રતિક્રિયા આપી હતી. હિમાશું રાજ નામના યૂઝરે લખ્યું હતું કમ ટૂ આરસીબી રવિન્દ્ર જાડેજા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -