ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી એશિયા કપથી બહાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

એશિયા કપ 2022ના સુપર ફોરમાં સ્થાન મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના ઘૂંટણમાં ઈજા પહોંચી હોવાથી તે એશિયા કપની આગળની મેચ રમી શકે તેમ નથી. રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોવાની માહિતી બીસીસીઆઈએ આપી હતી.
જાડેજાની ઈજા કેટલી ગંભીર છે એ અંગે હજુ જાણકારી મળી નથી, પરંતુ ટી20 વર્લ્ડકપ પણ નજીક આવી રહ્યો છે અને જાડેજાની ટીમમાંથી એક્ઝિટ મોટું નુકસાન સાબિત થઈ શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.