દીકરીના જન્મ દિવસે રવિન્દ્ર જાડેજાએ કર્યું કંઇક એવું કે…..

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટના તેજસ્વી તારલા એવા રવિન્દ્ર જાડેજા તેમની ફિલ્ડ બહારની દિલેરી માટે લોકોમાં પ્રિય છે. તાજેતરમાં જ એના વિશે જાણવા મળ્યું હતું.
આઠમી જૂનના રોજ રવિન્દ્ર જાડેજાની દીકરી નિધ્યાનાબાનો પાંચમો જન્મદિવસ હતો. જાડેજાએ તેમની ધર્મપત્ની રિવાબા સાથે અનોખી રીતે દીકરીનો જન્મદિવસ મનાવ્યો હતો.
સમાજ સેવાના નવતર પ્રયાસરૂપે  તેમણે જામનગરની પોસ્ટ ઑફિસમાં 101 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવી આપ્યા હતા અને ખાતા દીઠ 11,000 રૂપિયાની રકમ જમા કરાવી હતી.
”વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ કન્યા સશક્તિકરણના ઉમદા સ્વપ્ન અને પ્રેરણાથી અને દીકરી નિધ્યાનાબાનાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવી અને નવદંપતી હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ તકે અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, શ્રી દેવુસિંહજી ચૌહાણ, માનનીય સંચારમંત્રી અને પોસ્ટલ વિભાગનો ખૂબ આભાર માનું છું કે તેમણે મારા આ નવતર પ્રયાસને ટેકો અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. સમાજસેવાના આવા ઉમદા કાર્યોમાં આપનો આ રીજે નિરંતર સાથ અને સહકાર મળતો રહે એવી આશા રાખું છું,”  એમ જાડેજાએ જણાવ્યું હતું.

pic.twitter.com/RFDUGnPrI9

— Ravindrasinh jadeja (@imjadeja) June 8, 2022

“>

pic.twitter.com/z40PmmdLa9

— Ravindrasinh jadeja (@imjadeja) June 8, 2022

“>

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.