રોહિત શર્મા કરતા હાર્દિક પંડ્યાની ટીમ શ્રેષ્ઠ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તાજેતરમાં ટવેન્ટી-ટવેન્ટી ટીમના સુકાની રોહિત શર્મા અંગે સ્ફોટક નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે હાર્દિક પંડયાની આગેવાની હેઠળની ટીમ રોહિત શર્માની કેપ્ટનશિપવાળી સિનિયર ટીમ ઈન્ડિયાથી શ્રેષ્ઠ છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની ટવેન્ટી-20 સિરિઝમાં કેપ્ટન બનાવ્યો હતો, જેમાં તાજેતરની સિરીઝમાં 1-0થી પણ જીતી ગઈ છે.
R
ન્યૂઝીલેન્ડના પ્રવાસ પરની હાલની હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની ટવેન્ટી-ટવેન્ટી ટીમના ખેલાડીની બેટિંગ અને બોલિંગ પણ શ્રેષ્ઠ છે. એટલું જ નહીં, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમમાં યુવા ખેલાડીની સંખ્યા પણ વધારે છે, જ્યારે તેમના ફિલ્ડિંગના સ્તરમાં પણ સુધારા થયો છે, એવું રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું.
હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળની ટવેન્ટી-ટવેન્ટી ટીમને પણ બીજા દરજ્જાની ટીમ કહી શકાય નહીં, કારણ કે તેમાં ફક્ત રોહિત શર્મા અને વિરાટ કોહલી જ નથી. એના સિવાય ટીમમાં અનેક ખતરનાક ખેલાડી છે, એમ તેમણે જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે હાર્દિક પંડ્યા આઈપીએલ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના પણ કેપ્ટન છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ટવેન્ટી-20 વર્લ્ડકપમાં સેમી ફાઈનલમાં ભારતની હાર પછી હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો.