શિવસેનાના બળવાખોર નેતાઓને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં આવીને વાતચીત કરવાની ઓફર આપી છે. પાર્ટીના કદાવર નેતા અને સાંસદ સંજય રાઉત પણ આ ઓફરને રિપીટ કરી ચૂક્યા છે. હવે સંજય રાઉતે બળવાખોર શિવસૈનિકોને સ્વાભિમાન યાદ અપાવતા પરત ફરવાની એક અપીલ કરી છે. રાઉતે ગુરુવારે સાંજે એક ટ્વીટ કરીને કહ્યું છ કે વાતચીતથી રસ્તો નીકળી શકે છે. અહીં વાતચીતનો અવકાશ છે. ઘરના દરવાજા ખુલા છે. તો તમે દર દર કેમ ભટકી રહ્યા છો. આવો ગુલામીની જગ્યાએ આત્મસન્માનથી નિર્ણય લઇએ. જય મહારાષ્ટ્ર. અગાઉ પણ સંજય રાઉત બળવાખોર ધારાસભ્યોને મનાવવાની અપીલ કરી ચૂક્યા છે. રાઉતે તેમને ખુલ્લી ઓફર આપતા કહ્યું હતું કે તેઓ ઇચ્છે તો શિવસેના મહાવિકાસ આઘાડી સાથે ગઠબંધન તોડવા તૈયાર છે. જોકે, તે માટે તેમણે ધારાસભ્યોને 24 કલાકની અંદર મુંબઈ આવીને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળવાની અપીલ કરી છે.
<
चर्चेतून मार्ग निघू शकतो.
चर्चा होऊ शकते.
घरचे दरवाजे उघडे आहेत..
का उगाच वण वण भटकताय?
गुलामी पत्करण्यापेक्षा स्वाभिमानाने निर्णय घेऊ!
जय महाराष्ट्र!— Sanjay Raut (@rautsanjay61) June 23, 2022
>
સંજય રાઉત જે અભિમાન અને મૂર્ખાઈ બંને નું પ્રદર્શન પાછળ વર્ષો માં કર્યું તે ખરેખર કોઈ પણ નિષ્ઠાવાન કાર્યકર માટે ગૂંગળામણ વાળી પરિસ્થિતિ હતી. એકનાથ શિંદે જેવા ગ્રાસ રુટ થી ઉપર આવેલા ને, હજુ તો મૂછ નો દોરો ફૂટ્યો હોય તેવા આદિત્ય ઠાકરે ને મંત્રી પડે જોવા એ ખૂંચે ખૂંચે ને ખૂંચે જ. સંજય રાઉત એટલે ઘમંડ, હિન્દી ભાષા બોલે ત્યારે સાવ બાલિશ અને પક્ષ એટલે માત્ર હું તું ને રતનીયું જેવી સ્થિતિ કરી નાખી હતી, સંજય રાઉત, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય બસ… અને નીચેના શિવસૈનિકો તો ઉદ્ધતાઈ ની સર્વ હદ જ વટાવી ગયેલા. શું થાય પછી ? બધા સિનિયર નેતા ને તો ઘરે જ બેસાડી દીધા હતા. પરિણામ સામે છે.