સાયરસ મિસ્ત્રીના અંતિમક્રિયામાં રતન ટાટાનાં સાવકી માતાની હાજરી

આમચી મુંબઈ

અંતિમ વિદાય: ટાટા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીની અંતિમક્રિયામાં પારસી સમુદાયે, ઉદ્યોગ જગતના લોકોએ તેમ જ રાજકારણીઓએ હાજરી આપી હતી. વરલી સ્મશાનગૃહમાં મિીની અંતિમક્રિયામાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મિલિંદ દેવરા નજરે ચડે છે. (જયપ્રકાશ કેળકર)

મુંબઈ: ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સારયસ મિી જેઓ સોમવારે માર્ગઅકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા તેમના મંગળવારે સવારે શહેરના વરલી સ્મશાનગૃહમાં અંતિસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સમયે પારસી સમુદાયના નજીકના સભ્યો, કેટલાક બિઝનેસમેન તેમ જ રાજકારણીઓએ હાજરી આપી હતી. ઉદ્યોગ જગતના અગ્રણી રતન ટાટાનાં સાવકી માતા સિમોન ટાટાએ પણ અંતિમક્રિયામાં હાજરી આપી હતી. એક ખાસ વેનમાં ૯૨ વર્ષીય સિમોન ટાટા વ્હીલચેરમાં સ્મશાનગૃહમાં પહોંચ્યાં હતાં.
ભૂતપૂર્વ વડા એસ. રામાદોરાઈ પણ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. ટાટા સન્સના અધ્યક્ષપદ દરમિયાન મિી દ્વારા પસંદ કરવામાં આવેલાં મુખ્ય અધિકારીઓમાંનાં એક મધુ ક્ધનન પણ સ્મશાનગૃહમાં જોવા મળ્યાં હતાં. સાયરસ મિીના મોટા ભાઈ શાપુર મિી, સસરા અને વરિષ્ઠ વકીલ ઈકબાલ ચાગલા, ઉદ્યોગપતિ અનિલ અંબાણી, અજિત ગુલાબચંદ, દીપક પારેખ અને વિશાલ કંપાણી, ઉદ્યોગસાહસિક રોની સ્ક્રૂવાલા, આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રેક્ટર, એનસીપીનાં નેતા સુપ્રિયા સુળે અને ગણેશ નાઇક તેમ જ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ મિલિંદ દેવરાએ પણ અંતિમક્રિયામાં હાજરી આપી હતી. (પીટીઆઈ)ઉ

પાલઘર પોલીસે દુર્ઘટના પહેલાંનું સીસીટી ફૂટેજ મેળવ્યું
મુંબઈ: ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિી અને તેમના મિત્ર જે મર્સિડિઝ કારમાં મુંબઈ તરફ આવી રહ્યા હતા એ કારને નડેલા અકસ્માત અગાઉનું સીસીટીવી ફૂટેજ પાલઘર પોલીસ મેળવી લીધું છે.
ફૂટેજ બતાવે છે કે કાર રવિવારે બપોરે ૨.૨૧ વાગ્યે પાલઘર જિલ્લાના દાપચરી ચેક પોસ્ટથી પસાર થઇ હતી. ત્યાર બાદ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ મુંબઈ-અમદાવાદ હાઇવે પર સૂર્યા નદી પરના બ્રિજ પર ડિવાઇડર સાથે કાર અથડાઇ હતી, જેમાં મિી અને તેમના મિત્ર જહાંગીર પંડોલનાં મૃત્યુ થયાં હતાં. તેઓ કારની પાછળની સીટ પર બેઠા હતા.
દુર્ઘટનાની વધુ તપાસ માટે પોલીસ ટીમ સીસીટીવી ફૂટેજનું બારીકાઇથી નિરીક્ષણ કરી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે કાર હંકારનારી વ્યક્તિએ માત્ર નવ મિનિટમાં ૨૦ કિ.મી. અંતર પાર કર્યું હતું. જેનો અર્થ આ લકઝરી કાર પ્રતિ કલાક ૧૮૦-૧૯૦ કિ.મી.ની ગતિથી હંકારવામાં આવી રહી હતી.
પોલીસની ટીમ વિગતવાર અહેવાલ તૈયાર કરશે, જે માર્ગ અકસ્માતની તપાસ કરવાનો આદેશ આપનારા રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સોંપવામાં આવશે. (પીટીઆઇ)

રાજ્યમાં પાંચ વર્ષમાં માર્ગ
અકસ્માતમાં ૫૯,૦૦૦થી
વધુ લોકોનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતના વિવિધ કિસ્સામાં ૫૯,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ૮૦,૦૦૦થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું હાઈ-વે પોલીસના અહેવાલમાં જણાવ્યું હતું.
૨૦૧૮થી લઈને અત્યાર સુધીમાં રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ૫૯,૩૦૮ જણનાં મોત થયા હતા, જેમાં આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ મહિનાના અહેવાલ અનુસાર ૯,૧૨૧ લોકોનાં મોત થયા હતા, એવું અહેવાલમાં જણાવ્યું હતું. અહેવાલમાં જણાવ્યાનુસાર ૨૦૧૮માં માર્ગ અકસ્માતમાં ૧૩,૨૬૧, ૨૦૧૯માં ૧૨,૭૮૮, ૨૦૨૦માં ૧૧,૫૬૯, ૨૦૨૧માં ૧૩,૫૨૮ જણનાં મોત થયા હતા. મહારાષ્ટ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ સૌથી વધારે છે, જ્યારે અકસ્માતે મોતને ભેટનારાની સંખ્યા વધારે છે.
રોડ અકસ્માત (મુંબઈ-અમદાવાદ હાઈ-વે)માં ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચૅરમેન સાયરસ મિસ્ત્રી અને શિવ સંગ્રામ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના વિધાન પરિષદના સભ્ય વિનાયક મેટેનું પણ મોત થયા પછી આ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. વીતેલા પાંચ વર્ષ દરમિયાન ખાસ કરીને ૨૦૧૮માં રાજ્યમાં સૌથી વધુ રોડ અકસ્માત નોંધાયા હતા, જેમાં એકલા વર્ષ ૨૦૧૮માં ૩૫,૭૧૭ અકસ્માત નોંધાયા હતા. ૨૦૧૯માં ૩૨,૯૨૫, ૨૦૨૦માં ૨૪,૯૭૧, ૨૦૨૧માં ૨૯,૪૭૭ અને આ વર્ષે સાત મહિનામાં ૧૯,૬૭૭ થયા છે.
રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પહોંચવાના કિસ્સા પૈકી ૨૦૧૮માં ૨૦,૩૩૫ જણને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ ૨૦૧૯માં ૧૯,૧૫૨, ૨૦૨૦માં ૧૩,૯૭૧, ૨૦૨૧માં ૧૬,૦૭૩ અને ૨૦૨૨માં ૧૧,૫૮૪ છે, એમ અહેવાલમાં જણાવ્યું હતું.

1 thought on “સાયરસ મિસ્ત્રીના અંતિમક્રિયામાં રતન ટાટાનાં સાવકી માતાની હાજરી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.