રાષ્ટ્રકુળ રમતોત્સવ પ્રિયંકા ગોસ્વામીને રજતચંદ્રક

દેશ વિદેશ

પુરુષોની ટીમને લૉન બૉલ્સમાં સિલ્વર મૅડલ

બર્મિંગહામ: પ્રિયંકા ગોસ્વામીએ ૧૦,૦૦૦ મીટરની રેસવોકમાં રજતચંદ્રક મેળવીને ઇતિહાસ સર્જ્યો હતો. આ સ્પર્ધામાં મેડલ જીતનાર એ પ્રથમ ભારતીય મહિલા બની હતી. ગોસ્વામીએ આ અંતર ૪૩: ૩૮: ૮૩ સેક્ધડમાં કાપ્યું હતું, જ્યારે ગોલ્ડ મેડલ મેળવનાર ઓસ્ટ્રેલિયાની સ્પર્ધકે આ અંતર ૪૨: ૩૪: ૩૦ સેક્ધડમાં કાપ્યું હતું.
અવિનાશ સાબળેએ પણ પોતાનો જૂનો વિક્રમ તોડી ૩૦૦૦ મીટર સ્ટીપલ ચેસમાં રજતચંદ્રક
મેળવ્યો હતો. આ બે રજતચંદ્રક સાથે હવે ભારતની એથ્લેટિકની ટીમમાં મળેલા ચંદ્રકોની સંખ્યા ચાર પર પહોંચી ગઇ છે જે ૨૦૧૮માં ગોલ્ડ કોસ્ટ ખાતે મળેલા ત્રણ ચંદ્રકોની સંખ્યાને વટાવી ગઇ છે.
ભારતની પુરુષોની ટીમે લૉન બૉલ્સ સ્પર્ધામાં પણ રજતચંદ્રક મેળવ્યો હતો.
દરમ્યાન ભારતીય કુસ્તીબાજો માટે પણ શુક્રવારનો દિવસ યાદગાર રહ્યો હતો. મોહિત ગ્રેવાલ, દીપક પુનિયા, દિવ્યા કાકરાન તમામે કુસ્તીની વિવિધ શ્રેણીઓમાં ચંદ્રકો મેળવ્યા હતા. કુસ્તીની કોઇ પણ વજન શ્રેણી બાકી નથી રહી, જેમાં ભારતીય કુસ્તીવીરોને ચંદ્રક ન મળ્યા હોય. દીપક પુનિયાને ૮૬ કિગ્રા. વર્ગમાં સુવર્ણ, દિવ્યા કાકરાનને મહિલાઓની ૬૮ કિગ્રા. વર્ગમાં કાંસ્ય તો મોહિત ગ્રેવાલને પુરુષોની ૧૨૫ કિગ્રા. વજન શ્રેણીમાં કાંસ્યચંદ્રક મળ્યા હતા. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ સહુને ધન્યવાદ પાઠવ્યા હતા.
બૉક્સિગંમાં નીતુ ઘંઘાસ ૪૮ કિગ્રા. અને અમિત પંઘાલ ૫૧ કિગ્રા. વર્ગમાં ફાઇનલમાં પ્રવેશ્યાં હતાં. નીતુએ કેનેડાની તો અમિતે ઝામ્બિયાના સ્પર્ધકને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
પેડલર (ટેબલ ટેનિસ)માં ભારતના અચાંતા શરથ, કમાલ અને જી. સાથિયાંએ આગેકૂચ કરતાં સેમિફાઇનલ્સમાંં પ્રવેશ કર્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.