Homeટોપ ન્યૂઝટ્રોલિંગથી પરેશાન રશ્મિકાનું છલકાયું દર્દ, શેર કરી દિલની વાત

ટ્રોલિંગથી પરેશાન રશ્મિકાનું છલકાયું દર્દ, શેર કરી દિલની વાત

દક્ષિણની અભિનેત્રી રશ્મિકા મંદન્ના તેની ફિલ્મો અને શાનદાર અભિનય માટે દેશભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. નેશનલ ક્રશ કહેવાતી આ અભિનેત્રી અવારનવાર એક યા બીજા કારણોસર સમાચારમાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી અભિનેત્રી વિજય દેવરાકોંડા સાથે પોતાના સંબંધોને લઈને ઘણી ચર્ચામાં છે. જોકે, બંનેમાંથી એકેય કલાકારે આ અંગે ક્યારેય ખુલીને વાત કરી નથી.
તાજેતરમાં જ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ગુડબાયથી બોલીવૂડમાં એન્ટ્રી કરનાર આ અભિનેત્રી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં જ એક પોસ્ટ દ્વારા ટ્રોલર્સને ઠપકો આપતા પોતાના દિલની વાત કરી છે.
સોશિયલ મીડિયા પર શેર કરેલી આ પોસ્ટમાં અભિનેત્રીએ કહ્યું કે ઇન્ટરનેટ પર તેના વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી અફવાઓથી તે ખૂબ જ નિરાશ છે. તેણે એમ પણ કહ્યું કે લોકો તેના વિરુદ્ધ જુઠ્ઠાણુ ફેલાવી રહ્યા છે અને તેનું નામ કોઈની સાથે જોડી રહ્યા છે, જેના કારણે તે ખૂબ જ પરેશાન છે. ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું- છેલ્લા કેટલાક દિવસો, અઠવાડિયા અને મહિનાઓથી કેટલીક બાબતો મને પરેશાન કરી રહી છે. મને લાગે છે કે આ વિશે વાત કરવાનો આ યોગ્ય સમય છે. હું ફક્ત મારા માટે જ વાત કરું છું. આવું મારે ઘણા વર્ષો પહેલા કરવું જોઈતું હતું.


અભિનેત્રીએ આગળ લખ્યું- જ્યારથી મેં મારી કરિયરની શરૂઆત કરી છે ત્યારથી હું ઘણી નફરતનો સામનો કરી રહી છું. ટ્રોલર્સ અને નેગેટિવ લોકો પંચિંગ બેગ જેવા હોય છે. હું જાણું છું કે મેં પસંદ કરેલા જીવન માટેની કિંમત હું ચૂકવી જ રહી છું. હું એ પણ સમજું છું કે હું દરેક પાસેથી પ્રેમની અપેક્ષા રાખી શકતી નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે જ્યાં સુધી તમે મને સ્વીકારો નહીં ત્યાં સુધી તમે મારા માટે નકારાત્મકતાથ જ ફેલાવશો. ફક્ત હું જ જાણું છું કે હું તમને બધાને ખુશ કરવા માટે દરરોજ કેવી રીતે કામ કરું છું. હું જે કામ કરું છું તેનાથી તમે જે આનંદ અનુભવો છો તેની મને સૌથી વધુ ચિંતા છે.
રશ્મિકાએ આગળ લખ્યું – આ બધું હૃદયદ્રાવક અને નિરાશાજનક છે. ઈન્ટરનેટ પર ફેલાયેલી અફવાઓ ઈન્ડસ્ટ્રીની અંદર કે બહાર મારી સાથેના સંબંધો પર ખરાબ અસર કરી શકે છે. હું રચનાત્મક ટીકાનું સ્વાગત કરું છું, કારણ કે તે મને વધુ સારું કરવા પ્રેરે છે. પરંતુ નફરત અને નકારાત્મકતા શું કામ ફેલાવવામાં આવે છે? હું લાંબા સમય સુધી તેને અવગણતી રહી હતી, પણ હવે પાણી માથા ઉપરથી વહી રહ્યું છે. હું આ પોસ્ટ દ્વારા કોઈને જીતવાનો પ્રયાસ નથી કરી રહી, પરંતુ હું આ નફરતને કારણે મજબૂરી અનુભવવા માંગતી નથી. હું તમારા પ્રેમને જાણું છું અને તેનો સ્વીકાર કરું છું.

RELATED ARTICLES

Most Popular