મુંબઈઃ નેશનલ ક્રશ અને ‘પુષ્પા: ધ રાઈઝ’ ફેમ તરીકે જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાનાની ફ્રેન્ડ એન્ડ ફેન ફોલોઈંગમાં નિરંતર વધી રહી છે. વધતી લોકપ્રિયતા વચ્ચે પણ રશ્મિકા મંદાના સોશિયલ મીડિયામાં પણ જોરદાર એક્ટિવ છે, તેથી તેની વ્યક્તિગત લાઈફથી લોકોમાં જાણીતી બની છે. તાજેતરમાં રશ્મિકા મંદાનાએ અલગ અલગ શહેરમાં ખરીદવાની બાબત સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે.
🥲🥲I wish it were true
— Rashmika Mandanna (@iamRashmika) February 10, 2023
આ બાબતમાં રશ્મિકાને લઈ સ્પષ્ટતા કરતાવામાં આવી હતી કે શું તમને ખબર છે? તેની પાંચ વર્ષની કારકિર્દીમાં રશ્મિકા મંદાનાએ પાંચ અલગ અલગ શહેરમાં પાંચ લકઝુરિયસ ફ્લેટ ખરીદવામાં આવ્યા છે. પાંચ શહેરમાં મુંબઈ, ગોવા, હૈદરાબાદ, કુર્ગ અને બેંગલુરુનો સમાવેશ થાય છે. 2021માં બેક ટૂ બેક પ્રોપર્ટીઝમાં ઈન્વેસ્ટ કર્યું હતું.
આ પોસ્ટ પર જ્યારે રશ્મિકાનું ધ્યાન ગયું ત્યારે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના લખ્યું હતું કે આ સાચું નથી. ટિવટના જવાબમાં ઈમોજીમાં લખ્યું હતું કે કાશ એ સાચું હોત. એના સિવાય રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા પોઝિટિવ મેસેજ પણ ફેન્સ સાથે શેર કર્યો છે.
તેને લખ્યું હતું કે મિત્રો ખુશ રહો… આશા રાખો… તમારી ખુશી અને શાંતિ બીજા બધા કરતા પહેલા આવે છે… નકારાત્મક અનુભવવા માટે જિદંગી બહુ ટૂંકી છે. ઘરની વાત કરીએ તો રશ્મિકાએ પોતાના માતાપિતા સાથે કર્ણાટકના વિરાજપેટમાં રહે છે અને 2021માં તેને ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે તેને ગોવામાં નવું ઘર ખરીદ્યું હતું. રશ્મિકાએ મુંબઈ અને હૈદરાબાદમાં પણ પોતાની મોટા ભાગની ફિલ્મોનું શૂટિંગ કરે છે. આમ છતાં એ વાત પણ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી કે રશ્મિકાએ આ બંને શહેરમાં ઘર છે કે નહીં. વર્ષ 2021માં રશ્મિકાએ પુષ્પા ધ રાઈઝ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. શ્રીવલ્લી અને સામી સામી ગીતે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી, જ્યારે અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાનાની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી.