શુભમન ગિલ બાદ હવે શ્રીવલ્લીને કોની સાથે થયો પ્રેમ?

4062

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતી હોય છે અને હવે ફરી સાઉથની આ સુપરસ્ટાર ચર્ચામાં આવી છે. આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ છે તેણે એક એવોર્ડ શોમાં કરેલી હરકત… આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં રશ્મિકા મંદાના શ્રેયસ તળપદેને ફ્લાઈંગ કિસ આપતી જોવા મળે છે. રશ્મિકાએ પુષ્પા ફિલ્મમાં શ્રીવલ્લી ગીતથી લોકોને ઘેલું લગાડ્યું હતું અને હવે રશ્મિકા મરાઠીમંચ પર જોવા મળશે. ટૂંક સમયમાં જ રશ્મિકા મરાઠી એવોર્ડ શોમાં હાજરી આપશે અને શોમાં તે મરાઠી ગીત પર ડાન્સ કરતી જોવા મળશે.
શ્રીવલ્લીને આ એવોર્ડ ફંક્શનમાં જોવા માટે બધા જ ઉત્સુક છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્પા ફિલ્મને હિંદીમાં ડબિંગ કરતી વખતે અલ્લુ અર્જુનને શ્રેયસ તળપદેએ અવાજ આપ્યો હતો. શ્રેયસ આ શોનું એન્કરિંગ કરતો જોવા મળશે. રશ્મિકાને મંચ પર જોઈને શ્રેયસનું દિલ પીગળી જાય છે તે તેના પર ફિદા થઈ જાય છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. શ્રેયસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shreyas Talpade (@shreyastalpade27)


વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે રશ્મિકાની એન્ટ્રી થાય છે ત્યારે શ્રેયસ તેના સાથે ફલર્ટ કરતો જોવા મળે છે. એટલું જ નહીં શ્રેયસ ફિલ્મનો ડાયલોગ પણ બોલે છે કે પુષ્પા નામ સુનકે ફ્લાવર સમજી ક્યા ફાયર હૈ ફાયર… બસ પછી તો પૂછવું જ શું. રશ્મિકા આ ડાયલોગ સાંભળીને એકદમ શરમાઈ જાય છે અને આંખ મારીને શ્રેયસને ફ્લાઈંગ કિસ આપી દે છે.
આ વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કરીને શ્રેયસે કેપ્શનમાં લખ્યું છે કે શ્રીવલ્લી સિર્ફ મેરેકુ દેખી નહીં, મેરેકુ પપ્પી ભી દી ના ભાઉ… પ્યાર હો ગયા ફૂલ ટો અપુન કો ઝુઠ લગતાય? તો જોઈ લો પછી તમે પણ… સોશિયલ મીડિયા પર આ વાઈરલ હાલમાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!