નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એકબીજાને ડેટ કરી રહ્યા છે એવી ચર્ચા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી રહી છે અને ફેન્સ પણ આ ક્યુટ કપલને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં ફેન્સ તો ઈચ્છે છે કે આ ક્યુટ કપલ જેમ બને તેમ ઝડપથી લગ્ન કરી લે. પણ હવે અંદર કી બાત પર વિશ્વાસ કરીએ કે રશ્મિકા વિજયને નહીં પણ તેલુગુ એક્ટર બેલમકોંડા સાઈ શ્રીનિવાસને પસંદ કરી રહી છે અને એને ડેટ પણ કરી રહી છે.
એક અહેવાલ મુજબ, ઇન્ડસ્ટ્રીના એક સૂત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે “રશ્મિકા અને બેલમકોંડા સાઈ શ્રીનિવાસ આજકાલ ઘણી વાર જાહેરમાં જોવા મળી રહ્યા છે. આ કારણ છે કે લોકો આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે એવી ચર્ચા થઈ રહી છે. રશ્મિકા અને શ્રીનિવાસને ઘણી વખત એકસાથે જોવામાં મળ્યા હતા. તાજેતરમાં જ રશ્મિકા અને બેલમકોંડા સાઈ શ્રીનિવાસ પણ મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા અને બંનેએ ખુશીથી પેપ્સ માટે પોઝ પણ આપ્યો હતો. આવું પહેલી વખત બન્યું હતું કે જ્યારે બંનેએ એકસાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.
બંને સ્ટાર્સ એકબીજાને ડેટ કરે તેવી ઘણી શક્યતાઓ છે. બીજી બાજું, રશ્મિકા મંદાનાની બેલમકોંડા સાઈ શ્રીનિવાસને ડેટ કરવાની અફવા વિશે જાણીને ફેન્સને આઘાત લાગ્યો છે. તેમને આશ્ચર્ય થઈ રહ્યું છે કે એક્ટ્રેસ વિજય દેવેરાકોંડા સાથે બ્રેકઅપ કરી લીધું છે. જોકે, જોવા જેવી વાત એ છે કે બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે ખૂલીને વાત નથી કરી. પરંતુ એવી ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી હતી કે બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા છે.